Not Set/ ગોલ્ડન બોય નીરજ ચોપડાને તાવ અને ખાંસી, કોવિડ રિપોર્ટ નેગેટિવ

ડોક્ટરોએ અનુમાન લગાવ્યું છે કે તે સતત પ્રવાસ કરવાના લીધે તેમને  તાવ આવ્યો  હશે

Sports

ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતને એકમાત્ર ગોલ્ડ મેડલ અપાવનાર  ભાલાફેંક એથ્લીટ નીરજ ચોપડાનેને છેલ્લા 2 દિવસથી 103 ડીગ્રી તાવ આવે છે. જોકે સારી બાબત એ છે કે એનો કોવિડ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.સૂત્રોના જણાવ્યા અનુસાર નીરજ નાદુરસ્ત તબિયતને કારણે શુક્રવારે હરિયાણા સરકાર દ્વારા આયોજિત સન્માન સમારોહમાં ભાગ લઈ શક્યો ન હતો. તે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઘટના સાથે સંકળાયેલા હતા.

નીરજને ડોક્ટરોએ આરામ કરવાની સલાહ આપી છે. ટોક્યોથી પરત ફર્યા પછી તે વિવિધ સન્માન કાર્યક્રમમાં ભાગ લેતા રહ્યા છે. અત્યારે ડોક્ટરોએ અનુમાન લગાવ્યું છે કે તે સતત પ્રવાસ કરવાના લીધે તેમને  તાવ આવ્યો  હશે.રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટોક્યો ઓલિમ્પક્સમાં ભાગ લેનાર ભારતના દરેક એથ્લીટને 14 ઓગસ્ટની સાંજે રાષ્ટ્રપતિ ભવન આમંત્રિત કર્યા છે. જો નીરજને તાવ ઊતરી જશે તો એ આ કાર્યક્રમમાં ભાગ લેશે. 15 ઓગસ્ટે ભારતીય એથ્લીટ્સને લાલ કિલ્લા અને વડાપ્રધાન આવાસે પણ જવાનું છે.

ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારત માટે 13 વર્ષ પછી ગોલ્ડ મેડલ જીતનાર ભાલાફેંક એથ્લીટ નીરજના વર્કઆઉટ વીડિયો વાઇરલ થઈ રહ્યા છે. ગોલ્ડ મેડલ જીતવા પાછળ નીરજની સફળતાનું મુખ્ય કારણ એની સ્ટ્રોંગ ફિટનેસ પણ છે. નીરજના વિવિધ ફિટનેસ વીડિયોને જોતાં એ સાબિત થાય છે કે તેણે ગોલ્ડ મેડલ મેળવવા માટે ઘણો સંઘર્ષ કર્યો છે.