શિલ્પા શેટ્ટીએ ડાન્સ રિયાલિટી શો સુપર ડાન્સર 4 ના સેટ પરથી બ્રેક લીધો હતો, જ્યારે રાજ કુંદ્રાની 19 જુલાઈના રોજ પોર્નોગ્રાફી કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. દરમિયાન, શોમાં શિલ્પા શેટ્ટીની જગ્યાએ, અન્ય ઘણા સેલેબ્સ આવ્યા અને તેમની કમી પૂરી કરી છે. હવે અહેવાલ છે કે શિલ્પા શેટ્ટી સુપર ડાન્સર 4 ના સેટ પર 3 અઠવાડિયા પછી પરત આવી છે.
આ પણ વાંચો :ઈન્ટિરિયર ડિઝાઈનર પર અભિનેત્રીએ લગાવ્યો છેડતીનો આરોપ, ઓશિવારામાં દાખલ થઈ ફરિયાદ
શિલ્પા શેટ્ટી સુપર ડાન્સર 4 ના સેટ પર પરત ફરી
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ સૂત્રને ટાંકીને કહ્યું- “વર્ષ 2016 માં શરૂ થયું ત્યારથી શિલ્પા શેટ્ટી તેનો જજ કરી રહી છે. મેકર્સ શિલ્પાના શોમાં વાપસીની રાહ જોઈ રહ્યા હતા અને ઈચ્છતા ન હતા કે તેના સ્થાને અન્ય કોઈ સેલેબ્સ આવે. અમને ખુશી છે કે શિલ્પા ફરી શોમાં આવી છે. આશા છે કે તે સિઝનના અંત સુધી શોમાં રહેશે.
https://www.instagram.com/p/CLvmE7qh0eU/?utm_source=ig_web_copy_link
આ પણ વાંચો : સલમાન અને કેટરીના,જાણો ટાઈગર 3 ના શૂટિંગ માટે ક્યાં જશે
અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે શિલ્પા માટે પણ આ ખૂબ જ ભાવનાત્મક નિર્ણય હતો. તે ખૂબ હિંમત સાથે પરત ફરી રહી છે. મેકર્સ ખૂબ જ ખુશ છે કે શિલ્પા પુનરાગમન કરી રહી છે અને તેની રિપ્લેસમેન્ટ શોધવાની જરૂર રહેશે નહીં.
આપને જણાવી દઈએ કે શિલ્પા શેટ્ટી સાથે અનુરાગ બાસુ અને ગીતા કપૂર આ શોને જજ કરી રહ્યા છે. આ શો ઘણા અદ્ભુત પ્રતિભાશાળી બાળકોને આગળ લાવે છે. આ શોમાં 8-10 વર્ષની વયના બાળકો છે જેઓ તેમના દમદાર ડાન્સ મૂવ્સથી દિલ જીતી રહ્યા છે.
આ પણ વાંચો :અફઘાનિસ્તાનમાં થયું છે આ હિન્દી ફિલ્મોનું શૂટિંગ, આ સ્ટાર્સને મળી હતી ધમકી
શિલ્પા શેટ્ટીની ગેરહાજરીમાં, સંગીતા બિજલાની, જેકી શ્રોફ, ટેરેન્સ લેવિસ, સોનાલી બેન્દ્રે, મૌસુમી ચેટર્જી અને કરિશ્મા કપૂર, જેનેલિયા ડિસોઝા અને રિતેશ દેશમુખ શોનો ભાગ બન્યા હતા.
ઉલ્લેખનીય છે કે અશ્લીલ વીડિયો બનાવવાના આરોપમાં શિલ્પાના પતિ રાજ કુંદ્રાની ઘરપકડ કરવામાં આવી છે,ત્યારથી શિલ્પામે યૂઝર્સ ટ્રોલ કરી રહ્યા છે, જેના કારણે તેણે શો પર છોડવો પડ્યો હતો, જો કે શોના બીજા જજ આશા રાખઈ રહ્યા છે કે શિલ્પા ફરીથી આ શો સાથે જલ્દીથી જોડાઈ.
આ પણ વાંચો :શિલ્પા શેટ્ટી ક્યારે શોમાં પછી આવશે અમે તેને ખુબ જ મિસ કરીએ છીએ: અનુરાગ બાસુ
આ પણ વાંચો :શું પ્રેક્ષકોને નવા રામ-પ્રિયા ગમશે? નકુલ અને દિશાના શોનું પોસ્ટર બહાર
