Not Set/ મુંબઈમાં સેક્સટોર્શનના રેકેટનો પર્દાફાશ,બોલીવુડ અને ટીવી સ્ટાર્સ પણ શિકાર બન્યા

આ લોકો સોશિયલ મીડિયા દ્વારા સ્ટાર્સ સાથે તેમની નિકટતા વધારતા હતા અને પછી અશ્લીલ વીડિયો બનાવીને તેમને બ્લેકમેલ કરતા હતા

Top Stories Entertainment

મુંબઈમાં પોર્નોગ્રાફીનો મામલો હજુ ઠંડો પડ્યો નથી કે હવે મુંબઈ પોલીસે સેક્સટોર્શનને લઈને મોટો ખુલાસો કર્યો છે, જે મુજબ આ રેકેટ દ્વારા 100 થી વધુ બોલિવૂડ સેલિબ્રિટીઝ અને ટીવી સ્ટાર્સને તેમનો શિકાર બનાવવામાં આવ્યા હતા. પોલીસે અત્યાર સુધી આ ગેંગના ચાર લોકોની ધરપકડ કરી છે.સેક્સટોર્શન રેકેટ વિશે માહિતી આપતા પોલીસે કહ્યું કે આ લોકો સોશિયલ મીડિયા દ્વારા સ્ટાર્સ સાથે તેમની નિકટતા વધારતા હતા અને પછી અશ્લીલ વીડિયો બનાવીને તેમને બ્લેકમેલ કરતા હતા. આ ગેંગે તપાસ એજન્સીઓની આંખમાં ધૂળ નાખવા માટે નેપાળના બેંક ખાતાનો ઉપયોગ કર્યો હતો.

મુંબઈ પોલીસને પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે આ ગેંગે 258 લોકોને સેક્સટોર્શનમાં ફસાવ્યા હતા. તેમાંથી બોલિવૂડ અને ટીવીના 100 મોટા સ્ટાર્સ સામેલ છે. મુંબઈ પોલીસે નાગપુર, ઓરિસ્સા, ગુજરાત, કોલકાતામાંથી 4 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાંથી 2 આરોપી વ્યવસાયે એન્જિનિયર છે જ્યારે એક સગીર છે. તેમની પાસેથી મોબાઈલ, 12 નકલી ખાતા, 6 નકલી ઈમેલ આઈડી અને અન્ય ઈલેક્ટ્રોનિક ઉપકરણો મળી આવ્યા છે

તપાસમાં જાણવા મળ્યું છે કે આ ગેંગે સોશિયલ મીડિયા દ્વારા બોલિવૂડ અને ટીવી સ્ટાર્સ સાથે ગાઢ  સંબંધો બનાવ્યા હતા.બાદમાં તેમનો વિશ્વાસ જીત્યો, પોર્ન વીડિયો બનાવ્યો. આ વીડિયોના બદલામાં સેલિબ્રિટીઝ અને પીડિતો પાસેથી લાખો રૂપિયા લેવામાં આવતા હતા એટલું જ નહીં, આ વીડિયોની તસવીરો પછી મોટા પૈસાના બદલામાં અન્ય લોકોને ટ્વિટર, ડાર્ક નેટ અને ટેલિગ્રામ જેવી સોશિયલ મીડિયા એપ્લિકેશન પર વેચવામાં આવતી હતી. આ લોકો દાવો કરતા હતા કે જે સ્ટારનો નગ્ન વિડીયો જોઈએ છે તે તેમને આપશે.

નિષ્ણાતોના મતે, પ્રથમ ગેંગ સેક્સટોર્શન માટે સ્નેપચેટ અને ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ દ્વારા તેમના પીડિતો સાથે મિત્રતા કરતી  પછી 6 મહિના કે તેથી વધુ સમય પસાર થયા બાદ તે વ્યક્તિ તેના પ્રેમની જાળમાં ફસાઈ જાય બાદમાં કોઈ દિવસ વીડિયો કોલ પર તેને નગ્ન આવવાનું કહેવામાં આવે અને  તેને ફોસલાવીને  તેનો વીડિયો રેકોર્ડ કરી દેવામાં આવે. આ પછી, જાહેર પ્લેટફોર્મ પર વીડિયો ન લેવાની શરતે મોટી રકમ ઉઘરાવી લેતા.

સાયબર સેલને તેની તપાસમાં જાણવા મળ્યું છે કે આ આરોપીઓએ નેપાળમાં એક બેંક ખાતાનો ઉપયોગ કરતાં  એજન્સથી બચવા માટે આવું કરતાં હતા. કર સાયબર સેલે હવે નેપાળ વહીવટીતંત્રને આ મામલે જાણ કરી છે અને બેંક ખાતાને લગતી વિગતો માંગી છે જેથી મામલોની જળ સુધી  પહોંચી શકાય.