નિવેદન/ ભાજપની જન આશિર્વાદ યાત્રા કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપશે : સંજ્ય રાઉત

ભાજપના ભારતી પવાર, કપિલ પાટીલ અને ભાગવત કરાડ, જેમને કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તરણમાં સામેલ કરવામાં આવ્યા છે,

Top Stories India

શિવસેના સાંસદ સંજય રાવતે બુધવારે દાવો કર્યો હતો કે ‘જન આશિર્વાદ યાત્રા’ કોરોનાની ત્રીજી લહેરનું આમંત્રણ છે. કેન્દ્રીય મંત્રીઓ વિવિધ રાજ્યોમાં આ યાત્રા કરી રહ્યા છે. મુંબઈમાં  સંજય રાઉતે કહ્યું કે તેમણે ભાજપને ધીરજ રાખવા કહ્યું છે. શિવસેનાના રાજ્યસભાના સભ્યએ દાવો કર્યો કે જન આશીર્વાદ યાત્રા કોરોનાની ત્રીજી લહેરનું આમંત્રણ છે. ભાજપ જાણી જોઈને આવું કરી રહ્યું છે.ભારતી પવાર, કપિલ પાટીલ અને ભાગવત કરાડ, જેમને કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તરણ બાદ સામેલ કરવામાં આવ્યા છે, તેઓએ આ સપ્તાહની શરૂઆતથી મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાં લોકો સાથે સંપર્ક કરી રહ્યા છે.

સર્વેમાં દેશના ટોચના પાંચ મુખ્યમંત્રીઓની યાદીમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના સ્થાન અંગેના સવાલના જવાબમાં રાઉતે કહ્યું હતું કે, “ભાજપ આ યાદીમાં હોવાથી ઓપિનિયન પોલને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે. ભાજપના એક પણ મુખ્યમંત્રીનું નામ ટોપ પાંચમાં સામેલ નથી.

ઉલ્લેખનીય છે કે હાલ કોરોનાની સ્થિતિ દેશમાં કંટ્રોલમાં છે અને ભારતમાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાઇ રહ્યા છે, તમામ રાજ્યમાં કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાતા હવે જનજીવન સામાન્ય બની રહ્યું છે.