છેલ્લા 1-2 વર્ષમાં બોલિવૂડનાં ઘણા સિતારાઓ દુનિયાને અલવિદા કહી દીધુ છે. જેમા ઘણા યંગ કલાકારો હતા કે જેઓને હજુ ઘણુ જીવવાનું હતુ, ઘણુ કરવાનુ હતુ. જેમા એક ચહેરો સિદ્ધાર્થ શુક્લાનો પણ છે. તાજેતરમાં 2 સપ્ટેમ્બરનાં રોજ સિદ્ધાર્થ શુક્લાના મૃત્યુનાં ચોંકાવનારા સમાચાર બહાર આવ્યા હતા. શુક્રવારે સિદ્ધાર્થનાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ચાહકોની સાથે સાથે સ્ટાર્સ પણ સિદ્ધાર્થનાં નિધનથી ચોંકી ગયા છે. દરમિયાન, Wrestler અને હોલિવૂડ અભિનેતા જોન સીનાએ સિદ્ધાર્થ શુક્લા માટે એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરતા સિદ્ધાર્થને શ્રદ્ધાંજલિ અપર્ણ કરી છે.
આ પણ વાંચો – Sidharth Shukla Death / સિદ્ધાર્થ શુક્લાની માતાને મળવા પહોંચી રાખી સાવંત, કહ્યું – આંખોમાં આંસુ છે, પણ ભાન નથી…
બિગ બોસથી લોકોમાં વધુ પોપ્યુલર બનેલ સિદ્ધાર્થ શુક્લાએ હજુ બોલિવૂડમાં પગ જ મુક્યો હતો અને તેના નિધનનાં સમાચારે દુનિયાભરમાં રહેલા તેના ફેનને ચોંકાવી દીધા હતા. તેના નિધન પર શોક વ્યક્ત કરતા WWE નાં Wrestler જોન સીનાએ સિદ્ધાંર્થનો ફોટો શેર કર્યો છે. આ પોસ્ટને સિદ્ધાર્થની ‘હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા’નાં સહ-કલાકાર વરુણ ધવન અને અભિનેતા અર્જુન કપૂરે પણ લાઇક કર્યો છે. જો કે જોન સીનાએ તસવીર સાથે કશું લખ્યું નથી. ભારતીય નાના પડદા પર લોકપ્રિય ચહેરો સિદ્ધાર્થનું મુંબઈમાં કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થયું હતુ. તેમના અંતિમ સંસ્કાર શુક્રવારે ઓશિવારા સ્મશાનગૃહમાં થયા હતા. આ પહેલીવાર નથી જ્યારે સીનાએ ભારતીય અભિનેતાની તસવીર પોસ્ટ કરી હોય. ગયા વર્ષે તેણે ઈન્સ્ટાગ્રામ પર દિવંગત સ્ટાર્સ ઋષિ કપૂર, ઈરફાન ખાન અને સુશાંત સિંહ રાજપૂતને આ રીતે જ શ્રદ્ધાંજલિ આપી હતી. તેણે બોલિવૂડનાં લાઈવ વાયર સ્ટાર રણવીર સિંહની એક ફેન સાથે તસવીર પણ શેર કરી હતી.
https://www.instagram.com/p/CTY8vQVrT8a/?utm_source=ig_web_copy_link
આ પણ વાંચો – અલવિદા / સિદ્ધાર્થ શુક્લાનાં અંતિમ સંસ્કારમાં પહોંચેલી Shehnaaz Gill રડતી જોવા મળી
આપને જણાવી દઈએ કે, સિદ્ધાર્થ શુક્લાનાં મૃત્યુને કારણે ગ્લેમર જગતમાં મૌન પ્રસરી ગયુ છે. સિદ્ધાર્થની અંતિમ યાત્રાને પ્રિયંકા ચોપરા, આલિયા ભટ્ટ, વરુણ ધવન, બિપાશા બાસુ, કરીના કપૂર ખાન, અનુષ્કા શર્મા, અક્ષય કુમાર, રાહુલ વૈદ્ય, અલી ગોની, રાજકુમાર રાવ, જસ્મીન ભસીન, શિલ્પા શિંદે, રાહુલ મહાજન, સંભવ શેઠ, રશ્મિ દેસાઈ, શાહબાઝ કરણવીર બોહરા, અર્જુન બિજલાની સહિત ઘણા ટીવી અને બોલિવૂડ સ્ટાર્સે શ્રદ્ધાંજલિ આપી છે. વળી, આ મુશ્કેલ સમયમાં, અભિનેતાનો પરિવાર અને કથિત ગર્લફ્રેન્ડ શહેનાઝ ગિલ આઘાતમાં દેખાઇ છે. જેમની સાથે સિદનાઝનાં ચાહકો તેમની ઝડપથી સ્વસ્થ થવાની ઈચ્છા કરી રહ્યા છે.
