સમગ્ર વિશ્વમાં ફેલાયોલી કોરોના મહામારી સતત તાંડવ મચાવી રહી છે, આ દરમિયાન, કોરોનાનાં વૈશ્વિક કેસો વધીને 22.24 કરોડ થઇ ગયા છે અને આ મહામારીથી મૃત્યુઆંક વધીને 46 લાખને પાર થયો છે. વળી, કુલ 5.59 અબજ લોકોને રસી આપવામાં આવી છે. બીજી તરફ ભારતની વાત કરીએ તો અહી કોરોનાનાં કેસમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે. ત્રીજી લહેરની આશંકા વચ્ચે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 34,973 નવા કેસ નોંધાયા છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોનાનાં કેસ 40 હજારની અંદર આવી રહ્યા હતા, જ્યારે આજે આ કેસ 40 હજારને પાર કરી ગયા હોવાથી ચિંતામાં વધારો થવો હવે સ્વાભાવિક છે.
આ પણ વાંચો – તહેવાર / આજથી 10 દિવસનો ગણેશોત્સવ શરૂ, મહારાષ્ટ્રમાં સરકારે ભીડ ન ભેગી કરવા કરી અપીલ
આપને જણાવી દઇએ કે, ગયા અઠવાડિયે જ્યારે કોરોના કેસોની સંખ્યા 40 હજારને વટાવી ગઈ હતી, જેે બાદથી સરકારની ચિંતામાં વધારો થયો હતો, પરંતુ તે બાદ કેસોની સંખ્યા 40 હજારથી નીચે નોંધાતા જનતા અને સરકારે પણ રાહતનો શ્વાસ લીધો હતો. જો કે ગઇકાલે એટલે કે ગુરુવારનાં રોજ કોરોનાનાં કેસ 40 હજારને પાર સામે આવતા ત્રીજી લહેરની આશંકા વધી ગઇ છે. જો કે આજે આ કેસ 40 હજારની અંદર નોંધાયા છે. જણાવી દઇએ કે, હવે દેશમાં સક્રિય કેસોની સંખ્યા પણ ઘટીને 4 લાખની નજીક છે. હવે દેશમાં કોરોનાનાં સક્રિય કેસોની કુલ સંખ્યા 3,90,646 પર પહોંચી ગઈ છે. દેશમાં હાલમાં સક્રિય કેસ સાથે કુલ કેસોનાં માત્ર 1.18 % કેસ છે. છેલ્લા 24 કલાકમાં 37,681 લોકો કોરોનાથી ઠીક થયા છે. ચેપગ્રસ્ત લોકોની સરખામણીએ કોરોનામાંથી ઠીક થતા દર્દીઓની સંખ્યા આજે વધી છે. ભારતમાં કોરોનાનો રિકવરી રેટ 97.48 % છે. કોરોનાને હરાવ્યા બાદ અત્યાર સુધીમાં કુલ 3,23,42,299 લોકો ઠીક થયા છે. સરકાર સતત લોકોને યોગ્ય રીતે વર્તવા અને વાયરસથી બચવા માટે કોરોનાની રસી મેળવવા વિનંતી કરી રહી છે.
India reports 34,973 fresh #COVID19 cases, 37,681 recoveries and 260 deaths in the last 24 hours, as per Union Health Ministry
Active cases: 3,90,646
Total cases: 3,31,74,954
Total recoveries: 3,23,42,299
Death toll: 4,42,009Total vaccination: 72,37,84,586 pic.twitter.com/btlZzJI3j6
— ANI (@ANI) September 10, 2021
આ પણ વાંચો – પાર્ટી બદલુ નેતાઓ / છેલ્લા સાત વર્ષમાં, મોટાભાગના નેતાઓએ કોંગ્રેસનો સાથ છોડ્યો, ભાજપને ફાયદો : ADR
ભારતમાં ઝડપથી ચાલતી કોરોના રસીકરણ હેઠળ મોટી સંખ્યામાં લોકોને રસી આપવામાં આવી છે. જણાવી દઇએ કે, હવે રસીકરણ હેઠળ કુલ 72.37 કરોડને પાર કોરોના રસીઓ આપવામાં આવી છે. વળી, કોરોના વાયરસની ઓળખ માટે કોરોના ટેસ્ટિંગ પણ સતત કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં ટેસ્ટ કરવામાં આવ્યા છે.
