વિશ્વભરમાં કોરોના વાયરસનાં કેસો વધીને 22.9 કરોડ થઈ ગયા છે. અત્યાર સુધીમાં, આ મહામારીનાં કારણે 46.9 લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે અને 5.93 અબજથી વધુ લોકોને રસી આપવામાં આવી છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા આ આંકડા શેર કરવામાં આવ્યા છે. મંગળવારે સવારે તેના તાજેતરનાં અપડેટમાં, યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (CSSE) એ જાહેર કર્યું કે, વર્તમાન વૈશ્વિક કેસો, મૃત્યુની સંખ્યા અને રસીકરણની સંખ્યા અનુક્રમે વધીને 229,031,974, 4,699,187 અને 5,935,372,422 થઈ ગઈ છે. વળી ભારતની વાત કરીએ તો આજે કોરોનાનાં કેસમાં મોટા ઘટાડો નોંધાયો છે.
આ પણ વાંચો – Political / મમતા બેનર્જી 2024 ની લોકસભા ચૂંટણીમાં PM પદનો બની શકે છે ચહેરોઃ બાબુલ સુપ્રિયો
આપને જણાવી દઇએ કે, ભારતમાં કોરોના સંક્રમણનાં 26,115 નવા કેસ નોંધાયા છે, ત્યારબાદ દેશમાં કોરોના દર્દીઓની કુલ સંખ્યા વધીને 3,35,04,534 થઈ ગઈ છે. જ્યારે આ સમયગાળા દરમિયાન 252 દર્દીઓનાં મૃત્યુ બાદ, સંક્રમણથી મૃત્યુઆંક 4,45,385 પર પહોંચી ગયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, દેશમાં કોરોના વાયરસનાં એક્ટિવ દર્દીઓ હવે ઘટીને 3.09 લાખ થઈ ગયા છે. આરોગ્ય મંત્રાલયે માહિતી આપી કે, છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 34,469 લોકો સંક્રમણથી ઠીક થયા છે, ત્યારબાદ કોરોનાથી ઠીક થયેલા લોકોની સંખ્યા વધીને 3,27,49,574 થઈ ગઈ છે. વળી, એક્ટિવ કેસોની સંખ્યા હાલમાં 3,09,575 છે, જે કુલ કેસોનાં 0.92 ટકા છે અને આ આંકડો 184 દિવસમાં સૌથી ઓછો છે. દૈનિક પોઝિટિવિટી રેટ 1.85 ટકા છે, જે છેલ્લા 22 દિવસથી 3 ટકાથી ઓછો છે. જ્યારે સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 2.08 ટકા છે, જે 88 દિવસથી 3 ટકાથી નીચે રહ્યો છે.
India reports 26,115 new #COVID19 cases, 252 deaths & 34,469 recoveries in last 24 hrs, says Health Ministry
Total Cases: 3,35,04,534
Total Active cases: 3,09,575
Total Recoveries: 3,27,49,574
Total Death toll: 4,45,385Total vaccination: 81,85,13,827 (96,46,778 in 24 hrs) pic.twitter.com/CzL8Ugj7lq
— ANI (@ANI) September 21, 2021
Coronavirus Update:
- કુલ કેસ: 3,35,04,534
- એક્ટિવ કેસ: 3,09,575
- કુલ રિકવરી: 3,27,49,574
- કુલ મૃત્યુ: 4,45,385
- કુલ રસીકરણ: 81,85,13,827
આ પણ વાંચો – પસંદગી / પાકિસ્તાનમાં પ્રથમવાર હિન્દુ યુવતી વહીવટી સેવા માટે પસંદ,CSSની પરિક્ષા પહેલા પ્રયત્નમાં પાસ કરી
આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, દેશમાં રિકવરી રેટ હવે 97.75 ટકા પર પહોંચી ગયો છે, જે માર્ચ પછી સૌથી વધુ છે. વળી, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ કહ્યું કે ભારતમાં સોમવારે કોરોના વાયરસ માટે 14,13,951 સેમ્પલોનું ટેસ્ટિંગ કરાયુ હતુ, ત્યારબાદ દેશમાં સેમ્પલ ટેસ્ટિંગનો આંકડો 55,50,35,717 પર પહોંચી ગયો છે. રસીકરણનાં આંકડાઓની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાયરસ રસીનાં 96,46,778 ડોઝ લાગુ કરવામાં આવ્યા છે, ત્યારબાદ રસીકરણની કુલ સંખ્યા 81,85,13,827 થઈ ગઈ છે.
