દેશના તમામ નગારિકોનું સ્વાસ્થ્ય સ્વસ્થ રહે તે હેતુ હવે યુનિક આઇડીનો નવો અભિગમ કેન્દ્રીય આરોગ્યવિભાગ દ્રારા શરૂ કરવામાં આવશે. દેશના દરેક નાગરિકને યુનિક કાર્ડ ની ભેટ વડાપ્રધાનના હસ્તે 27 સપ્ટેમ્બર સોમવારે આપવામાં આવશે. શું છે યુનિક કાર્ડ કે અને વી રીતે ઉપયોગી બનશે.
આ પણ વાંચો :આપઘાત / રાજકોટમાં મહિલા શિક્ષિકાએ ગળેફાંસો ખાઈ ટુંકાવ્યું જીવન
દેશમાં સ્વાસ્થ્ય સેવાને સુદ્ઢ બનાવવા હેલ્થ આઇડીનો નવો અભિગમ દરેક નાગરિક માટે અપનાવવામાં આવશે. અગાઉની અમલી યોજના નેશનલ ડિજીટલ હેલ્થ મિશનનું નવું નામ દવે પ્રધાનમંત્રી ડિજીટલ હેલ્થ મિશન એટલે કે પીએમડીએચએમ આપવામાં આવ્યું છે. કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયાએ આ માહિતી જાહેર કરી છે.આ મિશન હેઠળ દેશના દરેક નાગરિકને યુનિક આઇડી આપવામાં આવશે. દેશમાં પ્રથમવાર અમલી બની રહેલાં યુનિકઆઇડી પ્રોજેક્ટ ડિજીટલ હેલ્શ મિશનના નેજા હેઠળ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 27 સપ્ટેમ્બર ને સોમવારે ડિજીટલ હેલ્થ મિશનનો પ્રારંભ થશે.
આ પણ વાંચો :આપઘાત / સેટેલાઇટમાં નિવૃત્ત પ્રોફેસર અને તેમની પત્નીએ ગળેફાંસો ખાઈ કર્યું મોતને વ્હાલું
યુનિક આઇડીમાં શું હશે ?
- યુનિક આઇડી માટે આધારકાર્ડ અને મોબાઇલનંબરની મદદ લેવાશે
- આઇડીમાં 14 આંકનો આઇડી જનરેટ થશે
- લાભાર્થીનું નામ જન્મ સરનામું સહિતની વિગત આપવાની રહેશે
દરેક નાગરિકના હેલ્થનો રેકોર્ડ જાળવવામાં યુનિક આઇડી લાભદાયી પુરવાર થશે. નાગરિકના યુનિક આડી હેલ્થરેકોર્ડના આધારે સ્વાસ્થ્ય સેવા પણ પૂરી પાડીને પહેલું સુખ તે જાતે નર્યા ચરિતાર્થ કરવામાં કેન્દ્રીય આરોગ્યવિભાગનો નવતર અભિગમ સાર્થક પુરવાર થશે.
આ પણ વાંચો :કેવડિયા / ગુજરાતે છ સિંહો આપીને બિહારમાંથી એક ગેંડો લીધો
આ પણ વાંચો :બહોળો પ્રતિસાદ / રોડના ખાડા પુરવા માટે 1 ઓક્ટોબર થી 10 ઓક્ટોબર શરૂ થશે મહાઅભિયાન
જનતાની સમસ્યા થશે હળવી
જે યુનિક આઈડી પ્રાપ્ત થશે, તે આધાર કાર્ડ અને લોકોના મોબાઈલ નંબરની મદદથી જનરેટ થશે. પ્રધાનમંત્રીના ડિજિટલ હેલ્થ મિશનનો ઉદ્દેશ ભારતની હેલ્થકેર સિસ્ટમમાં વધુ સુધારો કરવાનો છે. તે હેલ્થકેર જરૂરિયાતો માટે વન-સ્ટોપ સોલ્યુશન બનવા માટે તૈયાર છે. આનાથી હેલ્થકેર સેવાઓ પૂરી પાડતી સંસ્થાઓ સુધી પહોંચવું સરળ બનશે.
પ્રધાનમંત્રી ડિજિટલ હેલ્થ મિશન કેન્દ્ર સરકારની પાયલોટ પ્રોજેક્ટ યોજના છે. તેને પાયલોટ પ્રોજેક્ટ તરીકે ચલાવવામાં આવી રહ્યો છે. આ અંતર્ગત કેન્દ્રશાસિત પ્રદેશ આંદામાન અને નિકોબાર ટાપુઓ, ચંદીગઢ, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ, લદ્દાખ, લક્ષદ્વીપ અને પુડુચેરીમાં ડેટા એકત્રિત કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો :ગુજરાત / સોનુ સૂદ અમદાવાદના પ્રવાસે, આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે કરી બેઠક
