Not Set/ વિશાળકાય કોબ્રાને આ વ્યક્તિ જુઓ કઈ રીતે સ્નાન કરાવી રહ્યો છે…

કોઈ પણ વ્યક્તિ તેની આસપાસ આટલો મોટો સાપ જોઈને ડરી જાય. પરંતુ રસપ્રદ બાબત એ છે કે, એક ભયંકર સાપ પાણીમાં ચૂપચાપ ઉભો રહીને સ્નાન કરતો જોવા મળે છે અને તે વ્યક્તિ પર હુમલો પણ કરતો નથી.

Ajab Gajab News

તાજેતરમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.આ વાયરલ વીડિયોમાં એક વ્યક્તિ પાણીની ડોલ સાથે વિશાળ કોબ્રાને સ્નાન કરાવી રહ્યો છે. મજાની વાત એ છે કે, સાપ પણ તેનો આનંદ માણી રહ્યો છે. આ વીડિયો જોઈને સૌ કોઈને આશ્વર્ય થઈ રહ્યુ છે. તમને જણાવી દઈએ કે આ વીડિયો જૂનો છે, પરંતુ ઈન્સ્ટાગ્રામ  પર ફરીથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોયા બાદ તમે પણ વિચારતા થઈ જશો.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ ઘરની બહાર એક વિશાળ કોબ્રા સાથે ઉભો છે. આ વ્યક્તિ ડોલમાં પાણી ભરીને કોબ્રાને સ્નાન  કરાવી રહ્યો છે. કોઈ પણ વ્યક્તિ તેની આસપાસ આટલો મોટો સાપ જોઈને ડરી જાય. પરંતુ રસપ્રદ બાબત એ છે કે, એક ભયંકર સાપ પાણીમાં ચૂપચાપ ઉભો રહીને સ્નાન કરતો જોવા મળે છે અને તે વ્યક્તિ પર હુમલો પણ કરતો નથી. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

https://www.instagram.com/reel/CUJNUepIwSf/?utm_source=ig_embed&ig_rid=18c83a4c-1a17-405b-88bf-a7c1538a4dc3