Not Set/ દિલ્હીમાંથી પાકિસ્તાની આતંકવાદી પકડાયો,AK-47 સહિત અનેક હથિયારો મળ્યા

પાકિસ્તાની આંતકવાદી પાસેથી  6 ભારતીય પાસપોર્ટ  મળી આવ્યા છે , ઘણા લાંબા સમયથી લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતો હતો.

Top Stories

દિલ્હીમાંથી પાકિસ્તાની આતંકી પકડાયો છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે લક્ષ્મી નગરના રમેશ પાર્તથી પાકિસ્તાની આતંકીને ઝડપી પાડ્યો છે. આતંકી ભારતીય નાગરિકત્વના નકલી આઈડી સાથે રહેતો હતો. હાલ આ વિસ્તારમાં સર્ચ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.પાકિસ્તાની આંતકી પાસેથી એકે-47 રાઇફલ, એક હાથગોળો, 50 રાઉન્ડ અને 2 અત્યાધુનિક પિસ્ટલ મળી આવી છે. આતંકીની રાત્રે સાડા નવ વાગે ધરપકડ કરવામાં આવી હતી. આતંકી પાકિસ્તાનની નારોવાલનો રહેવાસી છે.

પાકિસ્તાની આંતકી પાસેથી  6 ભારતીય પાસપોર્ટ  મળી આવ્યા છે , ઘણા લાંબા સમયથી લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતો હતો. પોલીસે આતંકની ધરપકડ બાદ તેના નેટવર્ક અને સાથીઓની માહિતી એકત્ર કરવાનું શરૂ કર્યુ છે.આતંકવાદીની ઓળખ અશરફ અલીના પુત્ર ઉમરદીનનો જન્મ પાકિસ્તાનના પંજાબના રહેવાસી તરીકે થયો છે. તેઓ અલી અહમદ નૂરી નામથી ભારતીય નાગરિક તરીકે દિલ્હીના શાસ્ત્રી નગરમાં રહેતાે હતાે. દિલ્હી પોલીસ સ્પેશિયલે તેની લક્ષ્મી નગરથી ધરપકડ કરી છે.