ધરપકડ/ નોર્વે શહેરમાં પાંચ લોકોની હત્યા કરનારની પોલીસે કરી ધરપકડ

નોર્વેના શહેર કોન્સબર્ગમાં એક આર્ચરે તબાહી મચાવી હતી. પોલીસનું કહેવું છે કે આ વ્યક્તિએ તેના તીર કામઠાથી પાંચ લોકોની હત્યા કરી હતી.

World

નોર્વેના શહેર કોન્સબર્ગમાં પોલીસે પાંચ લોકોની હત્યાના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ કરી છે. તેણે તીર કામઠાથી હત્યા કરી. ઘટનાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.બુધવારે રાત્રે નોર્વેના શહેર કોન્સબર્ગમાં એક આર્ચરે તબાહી મચાવી હતી. પોલીસનું કહેવું છે કે આ વ્યક્તિએ તેના તીર કામઠાથી પાંચ લોકોની હત્યા કરી હતી. આ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે પરંતુ પોલીસે કહ્યું છે કે તેનું કારણ હજુ સુધી જાણી શકાયો નથી. અને તે કહેવું ખૂબ જ વહેલું છે કે તે આતંકવાદી ઘટના હતી કે નહીં. આ ઘટના નોર્વેના ઉત્તરપૂર્વમાં આવેલા કોન્સબર્ગ શહેરમાં બની હતી.

અધિકારીઓએ જણાવ્યું કે આ વ્યક્તિએ કરિયાણાની દુકાન પાસે લોકો પર તીર વડે હુમલો કર્યો. પાંચ લોકોએ જીવ ગુમાવ્યા અને બે લોકો ઘાયલ થયા. હુમલો કેમ થયો? મીડિયાને ઘટના વિશે માહિતી આપતા પોલીસે જણાવ્યું કે, શંકાસ્પદ વ્યક્તિની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી છે. પોલીસ વડા ઓવિંદ આસએ જણાવ્યું હતું કે, “વ્યક્તિને પકડવામાં આવ્યો છે. અમારી પાસે અત્યાર સુધીની માહિતી મુજબ, આ વ્યક્તિએ એકલાએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. ઘણા લોકો ઘાયલ થયા છે અને ઘણા લોકો મૃત્યુ પામ્યા છે.” અસરગ્રસ્ત વિસ્તારનો વ્યાપ ઘણો મોટો હોવાનું કહેવાય છે આ ઘટના શહેરની મધ્યમાં બની હતી.

પોલીસને સ્થાનિક સમય અનુસાર સાંજે 6.30 વાગ્યે ઘટનાની માહિતી મળી. 20 મિનિટ બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આરોપીની ઓળખ જાહેર કરી નથી અને તેના આતંકવાદ સાથેના સંબંધો અંગે પણ ટિપ્પણી કરી નથી. અધિકારીઓનું કહેવું છે કે વધુ તપાસ બાદ જ આ અંગે કંઇક કહી શકાય.