Not Set/ ચીને અરૂણાચલ પ્રદેશની સરહદ પાસે સૈનિકોની તૈનાતી વધારી,ભારત પણ જવાબ આપવા તૈયાર

અરુણાચલ પ્રદેશમાં લાઈન ઓફ એકચ્યુઅલ કન્ટ્રોલ(LAC) પર મોટા પ્રમાણમાં સૈનિકોને તૈનાત કર્યા છે. બોર્ડરની નજીક ચીન એવું ગામ બનાવી રહ્યું છે,

Top Stories India

ચીન તેની નાપાક હરકતોથી બાજ નહી આવે ફરીવાર ચીને બોર્ડર પાસે સૈનિકોની તૈનાતી વધારી દીધી છે,ડ્રેગન દર વખતે વિશ્વાસઘાત કરીને સરહદ પર તણાવ વધારે છે,બેઠકમાં માત્ર બાયંધરી આપીને વાસ્તવિકતામાં ફરી જાય છે. અરુણાચલ પ્રદેશમાં લાઈન ઓફ એકચ્યુઅલ કન્ટ્રોલ(LAC) પર મોટા પ્રમાણમાં સૈનિકોને તૈનાત કર્યા છે. બોર્ડરની નજીક ચીન એવું ગામ બનાવી રહ્યું છે, જેનો સૈનિકની ગતિવિધિઓ પર પણ ઉપયોગ કરી શકાય. ભારત પણ ચીનની આ બાબતોને ધ્યાનમાં રાખીને સ્ટ્રેટજી બનાવી રહ્યું છે. આ માહિતી ઈસ્ટર્ન આર્મી કમાન્ડર લેફ્ટિનન્ટ જનરલ મનોજ પાંડેએ આપી છે.

જનરલ પાંડેએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે છેલ્લા થોડા દિવસોમાં ચીનની મિલિટ્રી એક્સરસાઈઝની ગતિ અને સમયમાં પણ વધારો થયો છે. એવામાં ભારતીય સેના કોઈ પણ સ્થિતિનો સામનો કરવા તૈયાર છે અને તેના માટે ખૂબ જ ઉચ્ચ સ્તરની તૈયારી પણ કરી છે.ચીન સાથે જોડાયેલી 1300 કિમી સીમા પર ભારતીય સેનાની તૈયારીઓ પર દેખરેખ રાખતા જનરલ પાંડેએ જણાવ્યું કે સેનાની માઉન્ટેન સ્ટ્રાઈક કોરે સંપૂર્ણ રીતે કામ કરવાનુ શરૂ કરી દીધું છે. આ કોરે ઈન્ટીગ્રેટેડ ટ્રેનિંગ પણ કરી છે અને તેના તમામ યુનિટ સંપૂર્ણ રીતે તૈયાર છે.

મણે માહિતી આપી કે સેનાના આધુનિકીકરણ માટે ઈન્ટીગ્રેટેડ બેટલ ગ્રુપ(IBGs)ની મંજૂરી આપવામાં આવી છે. આ ગ્રુપ ઝડપથી અને વધુ અસરકારક રીતે આગળ વધવા સક્ષમ છે. તેમાં સૈનિક, તોપ, એર ડિફેન્સ, ટેન્ક અને લોજિસ્ટિક યુનિટ્સ સામેલ છે. તેનાથી ચીન અને પાકિસ્તાન સીમા પર ભારતીય સેનાની યુદ્ધ ક્ષમતાઓમાં વધારો થશે.

ગત મહિને અરુણાચલપ્રદેશમાં લાઈન ઓફ એકચ્યુઅલ કન્ટ્રોલ(LAC) પર ચીનના 200 સૈનિક તિબેટની તરફથી ભારતીય સીમામાં ઘુસી આવ્યા હતા, આ સૈનિકોને ભારતીય જવાનોએ ભગાવ્યા હતા.