રાજકોટ/ રેવન્યુ કામગીરીમાં બિનજરૂરી વિલંબ ન કરવા રાજકોટ કલેકટરે કડક તાકીદ કરી

મહેસુલી ન્યાયિક પ્રક્રિયા અપીલો તેમજ રેવન્યુ કામગીરીમાં બિનજરૂરી વહીવટી વિલંબ ના થાય  તેમજ હકારાત્મક અભિગમથી નિકાલ થાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Gujarat Rajkot

મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં લોકોની અપેક્ષાઓ આકાંક્ષાઓ મુજબ સરકારી કચેરીઓમાં જનસેવાને ટેક્નોલોજીના ઉપયોગથી વધુ ઝડપી બનાવી લોકોની અરજીઓનો નિકાલ નહીં પણ ખરા અર્થમાં ઉકેલ આવે તે દિશામાં કામગીરી ઝડપભેર થઈ રહી છે .રાજ્ય સરકારના વિશેષ માર્ગદર્શનના ભાગરૂપે  મહેસુલ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ વિડીયો કોન્ફરન્સમાં આપેલા માર્ગદર્શન પ્રમાણે રાજકોટ જિલ્લામાં સમયમર્યાદામાં અરજીઓનો ઉકેલ આવે તે માટે કલેકટર અરુણ મહેશ બાબુએ રેવન્યુ ઓફિસરોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

આ પણ વાંચો ;Business / તહેવારોની મોસમ આવી ગઈ છે, સોનું ખરીદતી વખતે ધ્યાનમાં રાખશો આ ખાસ બાબતો

મહેસુલી ન્યાયિક પ્રક્રિયા અપીલો તેમજ રેવન્યુ કામગીરીમાં બિનજરૂરી વહીવટી વિલંબ ના થાય  તેમજ હકારાત્મક અભિગમથી નિકાલ થાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સીએમ ડેસ્ક બોર્ડ બેંચમાર્ક રેટિંગ માં પણ જિલ્લો અગ્ર રહે તે માટે તલાટી થી માંડીને કલેકટર સૌ  કો-ઓર્ડિનેશન  કરીને જનસેવામાં નાગરિકોને વધુને વધુ ઉપયોગી બની શકીએ એવા ભાવથી કામ કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ બેઠકમાં અધિક કલેકટર કે.બી.ઠકકર તેમજ પ્રાંત અધિકારીઓ, મહેસૂલી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો:કારકિર્દી / રૉબોટિક્સ એન્જિનિયરિંગ નવા યુગની નવી કારકિર્દી

આ બેઠકમાં કલેકટરએ જે ગામમાં રસીકરણની સો ટકા કામગીરી થઇ છે એ ગામો હેઠળના 9 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના તબીબી આરોગ્ય સ્ટાફને બિરદાવી બાકીના ગામોમાં પણ સો ટકા કામગીરી થાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારના કામદારો રસીથી બાકી હોય તો તમામને આવરી લેવા તેમજ જરૂર પડયે કેમ્પ કરીને પણ કામગીરી પૂર્ણ કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.