ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચમી ટેસ્ટ મેચ મુલતવી રાખવામાં આવી હતી તે આગામી વર્ષે જુલાઈ 2022 માં રમાશે. ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે શુક્રવારે આ માહિતી આપી હતી. માન્ચેસ્ટરમાં યોજાનારી નિર્ણાયક ટેસ્ટ મેચ મેચ શરૂ થવાના થોડા સમય પહેલા જ કોરોના રોગચાળાને કારણે સ્થગિત કરવી પડી હતી. હવે ECB એ પરિસ્થિતિને સાફ કરી દીધી છે.
ઇસીબીએ શુક્રવારે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચેની પાંચમી ટેસ્ટ મેચનું આયોજન કરવામાં આવ્યું છે હવે તે આવતા વર્ષે જુલાઈ 2022 માં યોજાશે.
The fifth match of our Men’s LV= Insurance Test Series against India has been rescheduled and will now take place in July 2022.
— England Cricket (@englandcricket) October 22, 2021
ઇસીબી દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘કોરોના મહામારીના વધતા ખતરાને કારણે ભારત માન્ચેસ્ટરમાં યોજાનારી પાંચમી ટેસ્ટ મેચમાં પોતાની ટીમને મેદાનમાં ઉતારી શક્યું ન હતું, જેના કારણે મેચ મુલતવી રાખવી પડી હતી. જો કે, હવે તે 1 જુલાઈ, 2022 થી એજબસ્ટન, બર્મિંગહામમાં આયોજિત કરવામાં આવશે.
આગામી વર્ષ સુધી ટેસ્ટ મેચ ફરી રમવાની હોવાના કારણે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મર્યાદિત ઓવરની શ્રેણીના સમયપત્રકમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.
આ વર્ષે 4 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર સુધી બંને ટીમો વચ્ચે ચાર ટેસ્ટ મેચ રમાઈ હતી. જેમાં પ્રથમ મેચ વરસાદના કારણે ડ્રોમાં સમાપ્ત થઈ હતી. જ્યારે ભારતે લોર્ડ્સ ખાતે બીજી અને ધ ઓવલ ખાતે ચોથી ટેસ્ટ જીતી હતી. ઇંગ્લેન્ડે હેડિંગ્લે ખાતેની મેચ જીતી હતી. ભારત હાલમાં પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં 2-1 સરસાઇ મેળવી છે
