વોટ્સએપ તેના પ્લેટફોર્મ પર નવા ફીચર્સ ઉમેરતું રહે છે. ફેસબુકની માલિકીની મેસેજિંગ એપ ફોટા એડિટ કરવા માટે Undo અને Redo બટનો પર કામ કરી રહી છે. હવે એક તાજેતરના અહેવાલમાં જાણવા મળ્યું છે કે કંપની WhatsApp Status માટે પણ નવું Undo બટન લાવવા જઈ રહી છે. આ Undo બટન સ્ટેટ્સ લગાવતા સમયે તમારાથી થયેલી ભૂલને લઈને સુધારી શકશો.
આ પણ વાંચો ;Recipe / દિવાળી પર ઘરે બનાવો પરંપરાગત માવાના ઘૂઘરા, ખાવાની મજા પડશે
WABetaInfoના એક રિપોર્ટ અનુસાર, લોકપ્રિય મેસેજિંગ એપ એક એવા ફીચર પર કામ કરી રહી છે જે તેના યુઝર્સને ભૂલથી કરેલી પોસ્ટ કરેલા સ્ટેટસ અપડેટને તાત્કાલિક ડિલીટ કરવામાં મદદ કરશે. આ માટે એપમાં Undo બટન આપવામાં આવશે. આ બટન સ્ટેટસ સેન્ટ મેસેજની બાજુમાં જ લખેલું હશે. એટલે કે તમે સ્ટેટસ મળતાની સાથે જ તુરંત એક્શન લઇ શકો છો. ઘણીવાર એવું જોવા મળ્યું છે કે ઘણી વખત ભૂલથી સ્ટેટસ પર તસવીરો કે વીડિયો અપલોડ થઈ જાય છે.
આ પણ વાંચો ;Trailer / બંટી ઓર બબલી 2 નું ટ્રેલર રિલીઝ, અસલ અને ડુપ્લિકેટ વચ્ચે જંગ લોકોને ખૂબ હસાવશે
નોંધનીય છે કે યુઝર્સને WhatsApp પર સ્ટેટસ ડિલીટ કરવાનો વિકલ્પ મળે છે. જો કે આ માટે તમારે પહેલા સ્ટેટસ સેક્શનમાં જવું પડશે અને સ્ટેટસ સિલેક્ટ કરવું પડશે અને પછી તમે તેને ડિલીટ કરી શકશો. આટલા સમયમાં તમારા ઘણા લોકોએ સ્ટેટ્સ જોઈ લીધું છે. આ સ્થિતિમાં નવું બટન તસવીર / વિડીયો દૂર કરવાનું કામ ઝડપથી કરી શકશે