આજથી મુંબઇ મેડેન હજીરા-દીવ-હજીરાની ક્રૂઝ શરૂ કરી રહી છે. હવે સુરતીઓ માટે ગોવા ઉપરાંત ક્રૂઝની સફર પણ એક વિકલ્પ રહેશે. એટલુ જ નહીં ગુજરાતના સુરતના લોકો જ્યારે આ ક્રૂઝમાં જશે તો તેમને ત્યાં બિયર, વ્હિસ્કી, વાઇન અને વોડકા સહિતનું લીકર મળશે. ઉપરાંત ક્રૂઝમાં કસિનો, નાઇટ ક્લબ, રેસ્ટોરન્ટ અને હોટલ જેવી પણ અનેક સુવિધાઓ મળી રહેશે.
આ ક્રૂઝમાં વીઆઇપી સુવિધાઓ પણ મળી રહે છે. જેમ કે ગેમિંગ લાઉન્જ, વીઆઇપી લાઉન્જ, એન્ટરટેઈનમેન્ટ ઓન ડેક વગેરે જેવી અત્યાધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. અગાઉ 31 માર્ચ, 2021થી હજીરા-દીવ-હજીરાની ક્રૂઝ શરૂ થઈ હતી. પણ એપ્રિલ મહિનાથી કોરોના વાઈરસના કેસોની સંખ્યામાં સતત વધારો થતા ક્રૂઝ બંધ કરવાની ફરજ પડી હતી. જોકે સાત મહિના બાદ ફરીથી ક્રૂઝ સેવા શરૂ થનાર છે. ક્રૂઝની અંદર બિયર, વ્હિસ્કી, વાઇન અને વોકડા જેવી લીકર મળશે. ક્રૂઝ આજે હજીરાથી 6:30 કલાકે ઉપડશે અને બીજા દિવસે એટલે કે છઠ્ઠી નવેમ્બરે 8:30 કલાકે દીવ પહોંચાડશે. જ્યાંથી સાતમી નવેમ્બરે 12:00 કલાકે ઉપડી મોડી રાતે આઠમી નવેમ્બરે હજીરા 2:00 કલાકે પહોંચાડશે. ક્રૂઝ 14 કલાકની મુસાફરી કરાવશે. ક્રૂઝ સુરતના હજીરા એસ્સાર પોર્ટથી ઉપડશે. એવી જ રીતે હજીરા-હાઇ સી-હજીરાની વાત કરીએ તો હજીરાથી રાતે 10:00 કલાકે ઉપડીને હાઇ સીમાં જશે અને બીજા દિવસે વહેલી સવારે 6:00 કલાકે ફરી હજીરા પહોંચાડશે. આ સાથે દીવ- હાઇ સી-દીવની દીવથી 9:00 કલાકે ઉપડીને હાઇ સીમાં જઇને બીજા દિવસે 6:00 કલાકે ફરી દીવ આવશે. વીઆઇપી લોન્ચના રૂ. 3000, પ્રિમિયન સિંગલ-કેબિનના રૂ. 5000 અને પ્રિમિયમ ડબલ કેબિનના રૂ. 7000 ફેર છે. જો કે, આ ફેર સુરત-દીવનું છે. એ જ રીતે હજીરા-દીવ-હજીરાનું VIP લોન્ચનું રૂ. 6000, પ્રિમિયમ સિંગલ કેબિનનું રૂ. 8500, પ્રિમિયમ ડબલ કેબિનનું રૂ. 12,000 છે.
કેન્દ્ર અને રાજ્ય સરકાર અગામી 10 વર્ષમાં હજીરાને મુખ્ય પોર્ટ બનાવશે એટલે કે સૌરાષ્ટ્રને સુરતથી મુંબઇ સાથે જોડશે. જોના કારણે આગામી દિવસોમાં હજીરા પોર્ટ પર ક્રૂઝ, રો રો પેક્સ સહિતની જહાજોની લાંબી લાંબી લાઇનો જોવા મળશે. હજીરા-દીવ બાદ ગોવા, મુંબઇ, અલીબા હગ, ઓખા અને માંડવીની પણ ક્રૂઝ સેવા શરૂ થાય તો નવાઇ નહીં. હજીરા-દીવનો પહેલાનો ભાવ 900 રૃપિયા હતો જે અત્યારે 1200 રૂ છે. જ્યારે હજીરા-દીવ-સુરત પહેલા રૂ. 1700માં પહોંચાતુ જ્રૂયારે હાલમાં રૂ. 2400 આપવા પડશે. એજ રીતે હજીરા-હાઇ સી-હજીરાના રૂ. 900 અને હાલમાં રૂ. 1000, દીવ-હાઇ સી-દીવરૂ. 900 અને હાલમાં રૂ. 1000 ચૂકવવા પહશે.
