T-20વિશ્વકપ ફાઇનલ માં ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટાઈટલ મેચ પહેલા દુબઈમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. તેની તીવ્રતા 6.2 માપવામાં આવી છે અને ભૂકંપનું કેન્દ્ર દક્ષિણ ઈરાનમાં હતું. ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે લોકો ઈમારતમાંથી બહાર આવી ગયા હતા. જો કે જાન-માલના કોઈ નુકસાનના અહેવાલ જોવા મળ્યા નથી.
આ પણ વાંચો ;દ્વારકા / મહાનગરપાલિકાઓ બાદ દ્વારકામાંથી નોન વેજની લારીઓ દુર કરવાની નરાજ નથવાણીની માંગ
ત્રયારે વિવારે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહેલા ICC T20 વર્લ્ડ કપની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડ સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટૂર્નામેન્ટની પ્રથમ સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડે ઇંગ્લેન્ડને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો જ્યારે બીજી સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી.
https://twitter.com/FKartal_/status/1459864233018019845?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1459864233018019845%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fnavbharattimes.indiatimes.com%2Fsports%2Fcricket%2Ft20worldcup%2Fnews%2Fwatch-earthquake-in-dubai-uae-just-ahead-of-new-zealand-vs-australia-final-t20-world-cup%2Farticleshow%2F87701251.cms
આ શાનદાર મેચમાં જે પણ ટીમ જીતશે તે પ્રથમ વખત T20 વર્લ્ડ કપની વિજેતા બનશે. બંને ટીમો અત્યાર સુધી ટાઈટલ જીતી શકી નથી. ઓસ્ટ્રેલિયા 2010માં ફાઇનલમાં પહોંચ્યું હતું, પરંતુ ઇંગ્લેન્ડ સામે હારી ગયું હતું. કીવી ટીમ પ્રથમ વખત ફાઇનલમાં પહોંચી છે.
