Cricket/ આજથી શરૂ થશે રોહિત-દ્રવિડની પરીક્ષા, ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ T20 સીરીઝની થશે શરૂઆત

આજથી ટીમ ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે T20 સીરીઝની શરૂઆત થવા જઇ રહી છે. ત્યારે રોહિતની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડકપમાં ન્યૂઝીલેન્ડે આપેલી હારનો બદલો લેવા ઉતરશે. 

Top Stories Sports
રોહિત અને દ્રવિડ યુગની શરૂઆત

T20 વર્લ્ડકપમાં હારનો કડવો અનુભવ લીધા બાદ, રોહિત શર્માની કપ્તાનીમાં અને મુખ્ય કોચ રાહુલ દ્રવિડની દેખરેખ હેઠળ ભારતીય ક્રિકેટ ટીમ આજે (બુધવારથી) ન્યૂઝીલેન્ડ સામે શરૂ થનારી ત્રણ મેચની T20 આંતરરાષ્ટ્રીય સીરીઝમાં નવેસરથી શરૂઆત કરશે.

રોહિત અને દ્રવિડ યુગની શરૂઆત

આ પણ વાંચો – Cricket / એકવાર ફરી વિવાદમાં આવ્યો કોહલી, ક્રિકેટ નહી પણ રેસ્ટોરન્ટ બન્યુ કારણ

આપને જણાવી દઇએ કે, આજથી ટીમ ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે T20 સીરીઝની શરૂઆત થવા જઇ રહી છે. ત્યારે રોહિતની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડકપમાં ન્યૂઝીલેન્ડે આપેલી હારનો બદલો લેવા ઉતરશે. આગામી T20 વર્લ્ડકપ પહેલા દ્રવિડ-રોહિતની જોડી પાસે ટૂંકા ફોર્મેટમાં મજબૂત ટીમ બનાવવા માટે માત્ર 11 મહિનાનો સમય હશે. આ દરમિયાન તેણે ટીમમાં જરૂરી ફેરફારો અને સુધારા કરવા પડશે. UAEમાં T20 વર્લ્ડકપની નિરાશા બાદ, ભારતને ઝડપી બોલિંગ ઓલરાઉન્ડરમાં હાર્દિક પંડ્યાથી આગળ જોવાની ફરજ પડી છે. પંડ્યા ઈજાનાં કારણે પોતાની ઓલરાઉન્ડ ક્ષમતાનું પ્રદર્શન કરી શક્યો નથી. ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં શાનદાર પ્રદર્શન કરનાર વેંકટેશ ઐયરને હાર્દિકનાં વિકલ્પ તરીકે જોવામાં આવી રહ્યો છે અને ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચો પરથી ખબર પડશે કે શું તેને ઝડપી બોલિંગ ઓલરાઉન્ડર તરીકે તૈયાર કરી શકાય છે.

ભારત બેટિંગ વિભાગમાં વધુ ‘પાવર હિટર’ રાખી શકે છે અને IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમતા વેંકટેશે લાંબા અને મોટા શોટ રમવાની પોતાની ક્ષમતા દર્શાવી છે. IPL માં સારું પ્રદર્શન કરનારા અન્ય ખેલાડીઓમાં ઋતુરાજ ગાયકવાડ, હર્ષલ પટેલ, અવેશ ખાન અને યુઝવેન્દ્ર ચહલનો સમાવેશ થાય છે. ચહલને T20 વર્લ્ડકપની ટીમમાંથી બહાર કરવાનો નિર્ણય વિવાદાસ્પદ હતો. જસપ્રીત બુમરાહને સીરીઝ માટે આરામ આપવામાં આવ્યો છે અને ભારત અન્ય ઝડપી બોલરને શોધવાનું વિચારશે જે સતત 140 કિમી પ્રતિ કલાક કે તેથી વધુની ઝડપે બોલિંગ કરી શકે. UAE માં એવું પણ જોવામાં આવ્યું હતું કે વધુ ઝડપી ડિલિવરી ફાયદાકારક છે અને તમામની નજર અવેશ અને મોહમ્મદ સિરાજ પર રહેશે. ભુવનેશ્વર કુમાર UAEમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી શક્યો ન હતો. તેને તેના જૂના રંગમાં પાછા ફરવાની બીજી તક આપવામાં આવી છે.

રોહિત અને દ્રવિડ યુગની શરૂઆત

આ પણ વાંચો – T20 World Cup / T20 World Cup 2022નો કાર્યક્રમ જાહેર કરાયો, જાણો ફાઈનલ ક્યાં યોજાશે

કેપ્ટન રોહિત શર્મા અને મુખ્ય કોચ રાહુલ દ્રવિડ ઓસ્ટ્રેલિયાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખેલાડીની ક્ષમતાને ચકાસવા માંગે છે. ઓસ્ટ્રેલિયા આવતા વર્ષે T20 વર્લ્ડકપની યજમાની કરશે. તે પહેલા ટીમ કેવી રીતે તૈયાર કરવી તે રોહિત-રાહુલ માટે એક પડકારરૂપ રહેશે. ટીમમાં ટૂંકા ફોર્મેટમાંથી પાંચ ઓપનર છે અને તેમને મધ્યમ ક્રમમાં ઉતારવા પડકારજનક રહેશે. રોહિત અને વાઇસ-કેપ્ટન કેએલ રાહુલ બુધવારે ઇનિંગ્સની શરૂઆત કરી શકે છે પરંતુ ઇશાન કિશન અને ગાયકવાડનાં રૂપમાં વધુ વિકલ્પો સાથે, ભારત પણ થોડો પ્રયોગ કરી શકે છે. વેંકટેશે પણ ઓપનર તરીકે KKR માટે તેના તમામ રન બનાવ્યા છે પરંતુ તે મિડલ ઓર્ડરમાં બેટિંગ કરવા તૈયાર છે.