નોટિસ/ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેકટ મામલે કેજરીવાલ સરકાર CPWDને નોટિસ પાઠવશે..

અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની દિલ્હી સરકાર સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અંગે સેન્ટ્રલ પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (CPWD)ને નોટિસ આપશે.

Top Stories India

અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની દિલ્હી સરકાર સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અંગે સેન્ટ્રલ પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (CPWD)ને નોટિસ આપશે. પ્રતિબંધો છતાં અને ધૂળ નિયંત્રણ નિયમોનું ઉલ્લંઘન કરવા છતાં સેન્ટ્રલ વિસ્ટામાં બાંધકામ કરવા બદલ નોટિસ મોકલવામાં આવશે.

દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે બુધવારે આ જાણકારી આપી હતી. ચાલી રહેલા બાંધકામના કામની સમીક્ષા કર્યા પછી, રાયે જણાવ્યું હતું કે, “બાંધકામ અને ડિમોલિશન પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ હોવા છતાં, અમને સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ સાઇટ પર થઈ રહેલા કામ વિશે ઘણા ફોન આવી  રહ્યા છે. તપાસ કરતા તે વાત સાચી નીકળી છે.

“અમે દિલ્હી પોલ્યુશન કંટ્રોલ કમિટીને CPWDને નોટિસ પાઠવીને હવાના પ્રદૂષણને ધ્યાનમાં રાખીને પ્રતિબંધ હોવા છતાં કરવામાં આવી રહેલા બાંધકામના કારણો વિશે પૂછવા માટે કહીશું,”

રાયે જણાવ્યું હતું કે બાંધકામ સાઇટ પર ધૂળ પ્રદૂષણ નિયંત્રણ નિયમોના ઉલ્લંઘન બદલ એજન્સીને અલગ નોટિસ આપવામાં આવશે. દિલ્હી સરકારે અગાઉ કહ્યું હતું કે વાયુ પ્રદૂષણના ઊંચા સ્તરને ધ્યાનમાં રાખીને આગામી આદેશો સુધી રાજધાનીમાં બાંધકામ અને તોડી પાડવાની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવશે.