- સુરત શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારો
- અડાજણની બે શાળામાં વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ
- સંસ્કાર ભારતી અને રિવારડેલ સ્કૂલના બે વિદ્યાર્થીઓ સંક્રમિત
- ટ્રાવેલહિસ્ટ્રી ન હોય તેવા લોકો પણ પોઝિટિવ
- મનપા દ્વારા 120 વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ કરાયા
- આજે પણ પાલિકા દ્વારા માસ ટેસ્ટિંગ કરાશે
- સંસ્કાર ભારતી અને રિવારડેલ સ્કૂલ 7 દિવસ માટે બંધ
રાજ્યમાં કોરોનાનાં કેસમાં નોંધપાત્ર ઉછાળો થઇ રહ્યો છે. અમદાવાદમાં ખાસ કરીને આ કેસ વધી રહ્યા છે. પરંતુ અહી અમે તમને સુરત શહેર વિશે માહિતી આપવા જઇ રહ્યા છે, જ્યા કોરોનાનાં કેસમાં સતત વધારો થઇ રહ્યો છે.
આ પણ વાંચો – અમદાવાદ / રત્નમણિ મેટલ્સને ત્યાંથી IT વિભાગને 500 કરોડથી વધુ કરચોરી અને અનેક બેનામી પ્રોપર્ટી લાગી હાથ
આપને જણાવી દઇએ કે, રાજ્યનાં સુરત શહેરમાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે. અહી આવેલી એક અડાજણની શાળામાં બે વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. અહી સંસ્કાર ભારતી અને રિવારડેલ શાળાનાં બે વિદ્યાર્થીઓ સંક્રમિત થયા છે. અહી નવાઇની વાત એ છે કે ટ્રાવેલહિસ્ટ્રી ન હોય તેવા લોકો પણ પોઝિટિવ મળી આવ્યા છે. મનપા દ્વારા 120 વિદ્યાર્થીઓનાં કોરોના ટેસ્ટ કરાયા છે. આજે એટલે કે બુધવારે પાલિકા દ્વારા માસ ટેસ્ટિંગ કરાશે. સંસ્કાર ભારતી અને રિવારડેલ શાળા 7 દિવસ માટે બંધ રાખવામા આવી છે.
આ પણ વાંચો – વધુ એક મુસિબત / પાકિસ્તાનની ઈમરાન સરકાર Fail સાબિત થઇ, દેશ પર જેટલુ દેવું છે તે જાણી તમે પણ કહેશો OMG!
ઉલ્લેખનીય છે કે, દુનિયાભરમાં ઓમિક્રોનનાં કેસમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે ભારતમાં પણ હવે આ નવા વેરિઅન્ટનો ખતરો વધી રહ્યો છે. ત્યારે હવે આ વેરિઅન્ટની ભારતમાં પણ એન્ટ્રી થઇ ગઇ છે. પહેલો કેસ કર્ણાટકમાં સામે આવ્યો હતો. વળી બીજો કેસ ગુજરાતનાં જામનગરમાંથી સામે આવ્યો હતો. છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં કોરોનાનાં દૈનિક કેસોમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. ત્યારે મંગળવારે કોરોનાનાં નવા 61 કેસ સામે આવ્યા હતા, જ્યારે 39 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. રાજ્યમાં 372 કોરોનાનાં એક્ટિવ કેસ છે. વળી રિકવરી રેટ 98.74 ટકા પર પહોંચી ગયો છે.
