અભિનેતા અનુપમ ખેર કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવ અને IPS અધિકારી HGS ધાલીવાલ દ્વારા ચીફ ડિફેન્સ ઓફ સ્ટાફને એક અનોખો વિડીયો શેર કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. તામિલનાડુના કુન્નુરમાં બુધવારે હેલીકોપ્ટર દુર્ઘટનામાં જનરલ બિપીન રાવત, તેમની પત્ની અને 11 જવાનોના મોત નીપજ્ય હતા. દિલ્હીમાં સૈન્ય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
તામિલનાડુમાં કુન્નુર પાસે બુધવારે હેલિકોપ્ટર દુર્ઘટનામાં જનરલ બિપિન રાવત, તેમની પત્ની અને સશસ્ત્ર દળના 11 જવાનો માર્યા ગયા હતા. આજે દિલ્હીમાં સંપૂર્ણ સૈન્ય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
ગુરુવારે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા ટ્વીટર પર એક વિડીયો શેર કરવામાં આવ્યો હતો જેમાં જનરલ રાવતનું કટ આઉટ એક પીપળના પાનમાં જોવા માટે મળ્યું હતું અને તેમને આ વિડીયો શેર કરતા લખ્યું હતું “સલામ”
આ પર્ણ શ્રદ્ધાંજલિ કલાકાર શશિ અડકરે રચી હતી. તેણે સોમવારે ઈન્સ્ટાગ્રામ પર તેની રચના શેર કરી હતી અને ત્યારથી તે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
View this post on Instagram
અભિનેતા અનુપમ ખેર અને IPS અધિકારી HGS ધાલીવાલે પણ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કર્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાત્રે હેલિકોપ્ટર દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનરલ બિપિન રાવત, તેમની પત્ની અને અન્ય હેલિકોપ્ટર દુર્ઘટનાના પીડિતોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. પીએમ મોદીએ લખ્યું હતું કે, જનરલ બિપિન રાવત, તેમની પત્ની અને સશસ્ત્ર દળોના અન્ય જવાનોને મારી અંતિમ શ્રદ્ધાંજલિ. ભારત તેમના સમૃદ્ધ યોગદાનને ક્યારેય ભૂલી શકશે નહીં.”
Paid my last respects to Gen Bipin Rawat, his wife and other personnel of the Armed Forces. India will never forget their rich contribution. pic.twitter.com/LAq83VfoBf
— Narendra Modi (@narendramodi) December 9, 2021