Not Set/ સુરતમાં કોરોનાએ ઉચક્યું માથું, એક જ પરિવારના ત્રણ લોકો સંક્રમિત

ઘોડદોડ રોડ સ્થિત સૂર્યા કોમ્પલેક્સમાં પરિવારના ત્રણ સભ્યોને કોરોના થયો છે. જે બાદ સમગ્ર કોમ્પલેક્સને ક્લસ્ટર ઝોન જાહેર કરાયું છે.

Gujarat Surat
કોરોના
  • એક જ પરિવારના ત્રણ સભ્યોને કોરોના
  • ઘોડદોડ રોડ સ્થિત સૂર્યા કોમ્પ.માં રહે છે પરિવાર
  • સૂર્યા કોમ્પલેક્સ ક્લસ્ટર ઝોન જાહેર
  • છેલ્લા 24 કલાકમાં સુરતમાં નવા 11 કેસ
  • કોરોના સંક્રમણ અટકાવવા ટેસ્ટિંગ વધારાયું

ગુજરાતમાં ઓમિક્રોનની દહેશત વચ્ચે કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આવામાં સુરતમાં એક જ પરિવારના ત્રણ લોકોને કોરોના પોઝિટીવ આવ્યો છે. ઘોડદોડ રોડ સ્થિત સૂર્યા કોમ્પલેક્સમાં પરિવારના ત્રણ સભ્યોને કોરોના થયો છે. જે બાદ સમગ્ર કોમ્પલેક્સને ક્લસ્ટર ઝોન જાહેર કરાયું છે. મહત્વનું છે કે સુરત સહિત રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસ વધી રહ્યા છે. સુરતમાં 24 કલાકમાં નવા 11 કેસ સામે આવ્યા છે. ત્યારે સંક્રમણ અટકાવવા મહાનગરપાલિકા દ્વારા ટેસ્ટિંગની કામગીરી વધુ સઘન બનાવાઈ છે.

આ પણ વાંચો :દેવગઢ બારીયાના સાગટાળામાં રીંછના હિંસક હુમલામાં મહિલાનું મોત

આ સાથે કેસ વધતા શહેરમાં તંત્ર દ્વારા ટેસ્ટિંગ પણ વધારી દેવામાં આવ્યું છે. શહેરના મુખ્ય માર્ગો અને પ્રવેશ દ્વાર પર, બસ અને રેલવે સ્ટેશન પર સઘન ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે સુરત શહેરમાં નવા 11 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે જ્યારે અઠવા ઝોનમાં 8, રાંદેર ઝોનમાં 2 અને વરાછામાં 1 કેસ નોંધાયો છે. હાલ તો મનપાએ કોરોના ટેસ્ટિંગ વધારી દીધું છે તેમજ નાગરિકોનો સોશિયલ ડિસ્ટસિંગ, માક્સ તેમજ કોવિડ ગાઈડલાઈનના નિયમોનું પાલન કરવાનું કહેવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો :ઊંઝામાં નકલી જીરૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ, ભેળસેળ જોઈ અધિકારીઓ ચોંક્યા

રાજ્યમાં કોરોના કેસ વધી રહ્યા છે, સુરત મનપા પણ એલર્ટ બન્યું છે તો બીજી તરફ મહાનગર પાલિકાની બેદરાકરી પણ સામે આવી છે શહેરમાં ધીમે ધીમે કોરોના પોઝિટિવ કેસોના આંકડામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા મોટા પ્રમાણમાં ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું હોવાના દાવાની પોલ ખુલી ગઇ છે. શહેરમાં પ્રવેશતા 4 જેટલા માર્ગો પર મનપા દ્વારા ટેસ્ટિંગ ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. જ્યારે સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં તંત્રની બેદરાકારી સામે આવી, ચેકપોસ્ટ પર વાસ્તવિકતા કંઇક અલગ જ સ્થિતિ દેખાઇ હતી.

આ પણ વાંચો : ભામૈયા ચોકડી પાસે ટ્રક અને એક્ટિવા વચ્ચે અકસ્માત, બે લોકોના મોત

આ પણ વાંચો :રાજ્યમાં રખડતા ઢોરનો વધ્યો આતંક, હવે આ શહેરમાં મહિલા પર કર્યો હુમલો, Video

આ પણ વાંચો :અમદાવાદીઓ થઇ જજો સાવધાન, નાની બેદરકારી આપી શકે છે કોરોનાને આમંત્રણ