નિર્દેશક આનંદ એલ રાયના નિર્દેશનમાં બનેલી ફિલ્મોનું સંગીત હંમેશા લોકોના દિલને સ્પર્શે છે. આનંદ એલ રાયની ફિલ્મ ‘અતરંગી રે’ને લઈને દર્શકો ખૂબ જ ઉત્સાહિત છે, જેમાં અક્ષય કુમાર, સારા અલી ખાન અને ધનુષ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં અક્ષય કુમારને દર્શાવતું ગીત ‘ગર્દા’ને લઈને લોકો ખૂબ જ ઉત્સાહિત હતા. તાજેતરમાં, નિર્માતાઓએ ગીતનું ટીઝર લોન્ચ કરીને ચાહકોની ઉત્સુકતા વધારી દીધી હતી, પરંતુ હવે રાહ જોવાનો સમય પૂરો થયો છે. ફિલ્મનું ગીત ‘ગર્દા’ રિલીઝ થઈ ગયું છે.
આ પણ વાંચો : આર્યન ખાનને મુંબઈ ડ્રગ્સ કેસમાં મળી મોટી રાહત, કોર્ટે સંભળાવ્યો આ નિર્ણય
ગીતના રિલીઝની ઘોષણા કરતા, અક્ષય કુમારે તેના ચાહકો વચ્ચે એક પોસ્ટ શેર કરી, જેમાં તેણે લખ્યું, “ઉડેગા ગર્દા, ક્યૂંકી ઉઠ ગયા હૈ જાદુ કા પરદા”.
https://www.instagram.com/reel/CXfn9f3FcpO/?utm_source=ig_web_copy_link
આ પણ વાંચો :શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાને SC તરફથી મળી રાહત, ધરપકડ પર લગાવી રોક
એ.આર. રહેમાન દ્વારા કમ્પોઝ કરવામાં આવેલ આ ગીત દલેર મહેંદીએ ગાયું છે અને સોંગના લિરિક્સ ઇર્શાદ કામિલ દ્વારા લખવામાં આવ્યા છે. આનંદ એલ રાયની ‘અતરંગી રે’ ફરી એકવાર સંગીત સાથે રેકોર્ડ તોડવા માટે તૈયાર છે. આનંદ એલ રાય દ્વારા નિર્દેશિત, આ ફિલ્મ 24 ડિસેમ્બરના રોજ ડિઝની પ્લસ હોટસ્ટાર પર વિશેષરૂપે રિલીઝ થશે.
આ પણ વાંચો :સોહેલ ખાનની પત્ની સીમા પછી હવે દીકરો યોહાન પણ કોરોના સંક્રમિત
આ પણ વાંચો :મારું ઘર કોરોના હોટસ્પોટ નથી, ડિનર કરવું પાર્ટી નથી હોતી : કરણ જોહર
આ પણ વાંચો : વિદેશીઓએ ઉડાવ્યો મિસ યુનિવર્સ હરનાઝ સંધુનો મજાક, કરી બેઠી આવી હરકત
