પશ્ચિમ બંગાળ એ ગૌરવનો નવો તાજ હાંસલ કર્યો છે. સંયુક્ત રાષ્ટ્રની સાંસ્કૃતિક સંસ્થા યુનેસ્કોએ દુર્ગા પૂજાને હેરિટેજ લિસ્ટમાં સામેલ કરી છે. યુનેસ્કોએ બુધવારે દુર્ગા પૂજાને માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની પ્રતિનિધિ યાદીમાં સામેલ કરવાની જાહેરાત કરી હતી. પેરિસમાં 13 થી 18 ડિસેમ્બર દરમિયાન યોજાનારી આંતર સરકારી સમિતિના 16મા સત્રના બીજા દિવસે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ માત્ર બંગાળ માટે જ નહીં પરંતુ સમગ્ર ભારત માટે એક મહાન સમાચાર છે.કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે ધર્મ, લિંગ અને આર્થિક સ્થિતિના અવરોધોને દૂર કરવા માટેના સર્વસમાવેશક અભિગમ માટે તહેવારની ખાસ કરીને પ્રશંસા કરવામાં આવી હતી.
Not Set/
UNESCOએ દુર્ગા પૂજાને હેરિટેજ લિસ્ટમાં સામેલ કરી, દેશ અને પશ્વિમ બંગાળ માટે ગૌરવ…
દુર્ગા પૂજાને હેરિટેજ લિસ્ટમાં સામેલ કરી છે. યુનેસ્કોએ બુધવારે દુર્ગા પૂજાને માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની પ્રતિનિધિ યાદીમાં સામેલ કરવાની જાહેરાત કરી
