શેર બજાર/ શેરબજારની શરૂઆતમાં 1 હજાર પોઇન્ટનો કડાકો

વિશ્વમાં કોરોનાનાં નવા વેરિઅન્ટ ઓમિક્રોનનાં કારણે વૈશ્વિક બજારો નબળા પડવા લાગ્યા છે. નબળા વૈશ્વિક સંકેતોને કારણે ભારતીય બજારમાં આજે શરૂઆતમાં મોટો કડાકો થયો હતો.

Top Stories Business
શેરબજાર
  • શેરબજારની શરૂઆતમાં 1 હજાર પોઇન્ટનો કડાકો
  • સેન્સેકસ 55940 પોઇન્ટ પર
  • નિફ્ટીમાં 290 પોઇન્ટનો કડાકો
  • નિફ્ટી 16695 પોઇન્ટ પર
  • સપ્તાહની શરૂઆતથી જ મોટો કડાકો

વિશ્વમાં કોરોનાનાં નવા વેરિઅન્ટ ઓમિક્રોનનાં કારણે વૈશ્વિક બજારો નબળા પડવા લાગ્યા છે. નબળા વૈશ્વિક સંકેતોને કારણે ભારતીય બજારમાં આજે શરૂઆતમાં મોટો કડાકો થયો હતો. આજે ટ્રેડિંગ શરૂ થવાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટી બન્ને લગભગ એક ટકા તૂટ્યા હતા.

આ પણ વાંચો – મહત્વના કાર્ય / 31 ડિસેમ્બર પહેલા નાણાકીયને લગતા 4 મહત્વના કાર્ય પરિપૂર્ણ કરી લેવા તમારા માટે હિતાવહ છે

ઓમિક્રોનનાં વધતા પ્રભાવે બજારોને જાણે ડરાવી દીધા છે અને તમામ અમેરિકન-એશિયન બજારો નીચે આવી રહ્યા છે. પહેલા અડધા કલાકમાં બજાર પર નજર કરીએ તો સેન્સેક્સ 1000 પોઈન્ટથી વધુ તૂટી ગયો છે. પ્રી-ઓપન સેશનમાં BSE સેન્સેક્સ 56,500 પોઈન્ટની આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો, જે 500 પોઈન્ટથી વધુ નીચે હતો. બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ 675 પોઈન્ટ્સ (1.19 ટકા)થી વધુ તૂટ્યો અને 56,335 પોઈન્ટની નજીક આવ્યો. એ જ રીતે NSE નિફ્ટી 218.10 પોઈન્ટ અથવા 1.28 ટકા ઘટીને 16,765 પોઈન્ટ્સ પર આવી ગયો હતો. ટ્રેડિંગની થોડી મિનિટોમાં, આ ઘટાડો વધુ મોટો થઈ ગયો. સવારે 10 વાગ્યાની આસપાસ સેન્સેક્સ 1035.86 પોઈન્ટ અથવા 1.82 ટકાનાં ઘટાડા સાથે 55,975.88 પર ટ્રેડ કરી રહ્યો હતો. NSE નિફ્ટી 323 પોઈન્ટ અથવા 1.90 ટકાના ઘટાડા સાથે 16,662.20 પર ટ્રેડ કરી રહ્યો હતો.

આ પણ વાંચો – BWF વર્લ્ડ ચેમ્પિયનશિપમાં / ફાઇનલમાં સિંગોપોરના લોહ કીને કિદામ્બી શ્રીકાંતને હરાવીને સિંગલ ટાઇટલ જીત્યું.સિલ્વર મેડલ જીતનાર પ્રથમ ભારતીય

દિવસનાં કારોબાર દરમિયાન બજાર દબાણ હેઠળ રહેવાની ધારણા છે. ગયા સપ્તાહે બજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 1,774.93 પોઈન્ટ એટલે કે 3 ટકાનાં ઘટાડા સાથે 57,011.74 પર બંધ થયો હતો. બીજી તરફ નિફ્ટી 50 માં પણ 526.1 પોઈન્ટ ઘટીને 16,985.2 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. સતત બે સપ્તાહની તેજી પછી આ ઘટાડો છે. કોરોનાનાં નવા વેરિઅન્ટ ઓમિક્રોનનાં વધતા કેસ, FPIsનું સતત વેચાણ, ઊંચા સ્તરે પ્રોફિટ-બુકિંગ જેવા પરિબળો બજારને નબળું બનાવી રહ્યાં છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…