અંકિતા લોખંડેએ તેના બોયફ્રેન્ડ વિકી જૈન સાથે 14 ડિસેમ્બરે લગ્ન કર્યા હતા. અંકિતાના વેડિંગની તસવીરો ચાહકોને પસંદ આવી હતી. હવે અંકિતાની લેટેસ્ટ તસવીરોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે.

અંકિતા લોખંડે નૌવારી સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. તેનો મરાઠી મુલગી લુક ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

અંકિતા લોખંડેએ સંપૂર્ણપણે મરાઠી ટ્રેડિશનલ લુક અપનાવ્યો છે. જેમાં તેનો અભિનય જોવા જેવો છે.

મરાઠી મુલગી બનેલી અંકિતા લોખંડેએ એક કરતા વધુ પોઝ આપ્યા છે. ફેન્સ માટે અભિનેત્રીની તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ બની રહી છે.

અંકિતા લોખંડેએ થોડા સમય પહેલા ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરી હતી. આટલા ઓછા સમયમાં 38 હજારથી વધુ લાઈક્સ મળી ચુકી છે.

અંકિતા લોખંડેએ પરંપરાગત મરાઠી લૂકમાં પૂજામાં હાજરી આપી હતી. જેની ઘણી તસવીરો અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર પણ શેર કરી છે.
