- સુરતમાં કોવિડ ગાઈડલાઇનના ધજાગરા
- નાતાલ નિમિત્તે પાર્ટીમાં લોકોની ઉમટી ભીડ
- ડુમસ રોડ વીઆર મોલની સામે યોજાઈ પાર્ટી
- ગ્રાઉન્ડમાં 4 હજારથી વધુ લોકો ઉમટ્યા
- 24 કલાકમાં કોરોનાના 20 કેસ નોંધાયા
- તંત્ર દ્વારા પરમિશન આપતા લોકોની ઉમટી ભીડ
- તંત્રની બેદરકારી લોકો માટે બની શકે ખતરારૂપ
રાજ્યમાં એકવાર ફરી કોરોનાનો પડછાયો સામે આવી રહ્યો છે. ત્યારે સાવચેતીનાં ભાગરૂપે લોકોએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સાથે વેક્સિન લેવાની ખાસ જરૂર છે. જરૂર ન હોય તો ઘરની બહાર જવાનું ટાળવુ જોઇએ. કોરોનાની બીજી લહેરનું ભયાનક સ્વરૂપ તમામ લોકોએ જોયુ છે પરંતુ લાગી રહ્યુ છે કે લોકો હજુ પણ સચેત બનવાની જગ્યાએ બેદરકાર બન્યા છે. જેનો તાજો દાખલો સુરતતી સામે આવ્યો છે.
આ પણ વાંચો – સુરેન્દ્રનગર / અટલજીના જન્મદિવસે સુરેન્દ્રનગરના સેવાભાવી યુવાન દ્વારા વડીલો માટે નિ:શુલ્ક અટલ યાત્રા કરાઇ
આપને જણાવી દઇએ કે, સુરત શહેરમાંથી કોવિડની ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરતા નજારા સામે આવ્યા છે. ગઇ કાલે એટલે કે, શનિવારે દેશભરમાં નાતાલનાં તહેવારને લોકો મનાવી રહ્યા હતા, પરંતુ નાતાલ નિમિત્તે સુરતમાં કઇંક અલગ જ માહોલ જોવા મળ્યો હતો. અહી નાતાલ નિમિત્તે પાર્ટી યોજાઇ હતી અને આ પાર્ટીમાં લોકોની ભારે ભીડ ઉમટી હતી. કહેવાય છે કે, આ પાર્ટી સુરતનાં ડુમસ રોડ વીઆર મોલની સામે યોજાઈ હતી. અહી ગ્રાઉન્ડમાં 4 હજારથી વધુ લોકો ઉમટી પડ્યા હતા. જણાવી દઇએ કે, શહેરમાં 24 કલાકમાં કોરોનાનાં 20 કેસ નોંધાયા હતા. સુત્રોની માનીએ તો આ લોકોની ભીડ એકઠી થઇ શકે તે માટે તંત્ર દ્વારા પરવાનગી આપવામાં આવી હતી. અહી સવાલ ઉભો થાય છે કે, રાજ્યમાં જ્યારે કોરોનાનાં કેસમાં વધારો થઇ રહ્યો છે, બીજી તરફ ઓમિક્રોનનાં કેસ પણ ઝડપથી વધતા હોય ત્યારે શું આ પરવાનગી આપવી એટલી જરૂરી હતી. શહેરમાં કોરોનાનાં 20 કેસ નોંધાયા હતા, જે બતાવે છે કે હવે સ્થિતિ બગડી રહી છે. ત્યારે તંત્ર દ્વારા આ પરવાનગી આપવામાં આવી તે લોકો માટે કેટલી ખતરનાક બની શકે છે તે તો હવે સમય જ બતાવશે પરંતુ હા લોકોએ પણ તહેવારને મનાવવામાં કોરોનાવાયરસ વિશે વિચારવાનું જ જાણે બંધ કરી દીધુ છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
