Not Set/ પંજાબમાં 15 જાન્યુઆરી સુધી રસીના બન્ને ડોઝ નહીં લીધા હોય તો સરકાર લેશે આ પગલાં….

પંજાબની ચરણજીત સિંહ ચન્ની સરકાર રસીકરણને ઝડપી બનાવવા માટે કડક પગલાં લેવા જઈ રહી છે. સરકારે એક નોટિસ જારી કરી છે

Top Stories India

પંજાબની ચરણજીત સિંહ ચન્ની સરકાર રસીકરણને ઝડપી બનાવવા માટે કડક પગલાં લેવા જઈ રહી છે. સરકારે એક નોટિસ જારી કરીને કહ્યું છે કે જે લોકોને રસીના બંને ડોઝ નથી લીધા તેમને 15 જાન્યુઆરીથી તમામ જાહેર સ્થળો પર એન્ટ્રી આપવામાં આવશે નહી કોરોનાના વધતા જતા કેસ અને ઓમિક્રોનના ખતરાને જોતા પંજાબ સરકારે આ આદેશ જારી કર્યો છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે જે પુખ્ત વયના લોકોએ કોરોનાના બંને ડોઝ લીધા નથી તેઓ તેમના ઘરે જ રહે. આવા લોકોએ જાહેર સ્થળો, બજારો, કાર્યો, જાહેર પરિવહન, ધાર્મિક સ્થળો વગેરે પર ન જવું જોઈએ.

આદેશમાં વધુ કહેવામાં આવ્યું છે કે, કોરોનાને રોકવા માટે  એવું નક્કી કરવામાં આવ્યું છે કે શાકભાજી બજારો, જાહેર પરિવહન, ઉદ્યાનો, ધાર્મિક સ્થળો, મોલ, શોપિંગ કોમ્પ્લેક્સ, હાટ, સ્થાનિક બજારો અને આવા તમામ સ્થળોએ ફક્ત તે લોકોને જ મંજૂરી આપવામાં આવશે. જેઓએ કોરોના રસીના બંને ડોઝ લીધા હશે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનાં ડેટા અનુસાર, ભારતમાં 24 કલાકમાં કોવિડ-19નાં 6,358 નવા કેસ અને 293 લોકોનાં મોત થયા છે. આ સાથે, આ મહામારીથી 6,450 લોકો ઠીક થયા છે.

ગઈકાલે એટલે કે સોમવારે, ભારતમાં 7,52,935 કોવિડ ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા અને 28 ડિસેમ્બર સુધી, દેશમાં ICMR ડેટા અનુસાર 67,29,36,621 ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા. ભારતે 346 દિવસમાં કુલ 142.38 કરોડ કોવિડ રસીનાં ડોઝ આપ્યા છે. કોવિડ રસીકરણ અભિયાન 16 જાન્યુઆરી, 2021 નાં ​​રોજ શરૂ થયું હતું. કુલ મળીને, 8,38,00,04,579 લોકોએ કોવિડ રસીનો પ્રથમ ડોઝ મેળવ્યો છે અને અત્યાર સુધીમાં 58,58,07,973 લોકોને સંપૂર્ણ રસી આપવામાં આવી છે