દિલ્હીમાં કોરોનાના નવા કેસ વધવા લાગ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા સાંજે 7.30 વાગ્યે જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 496 કેસની પુષ્ટિ થઈ છે. આ પછી ચેપ દર વધીને 0.89 ટકા થઈ ગયો. ગઈકાલે ત્યાં કોરોનાના 331 કેસ હતા અને કોરોના ચેપ દર 0.68 ટકા હતો.
જયારે 172 દર્દીઓ ચેપમાંથી સ્વસ્થ થયા છે અને એકનું મૃત્યુ થયું છે. હાલમાં 1612 સક્રિય દર્દીઓ છે. શહેરમાં અત્યાર સુધીમાં 14,44,179 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે અને તેમાંથી 1417460 દર્દીઓ સાજા થયા છે. 25,107 દર્દીઓના મોત થયા છે. શહેરમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. સોમવારે 331, રવિવારે 290, શનિવારે 249, શુક્રવારે 180, ગુરુવારે 118, બુધવારે 125, મંગળવારે 102 હતા. દિલ્હીમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોનના 142 કેસની પુષ્ટિ થઈ છે.
કોરોનાના વધતા જતા કેસોને જોતા આજે દિલ્હીમાં ‘યલો એલર્ટ’ જારી કરવામાં આવ્યું છે. આ અંતર્ગત ડીડીએમએ મંગળવારે શાળાઓ, કોલેજો, સિનેમા હોલ અને જીમને તાત્કાલિક અસરથી બંધ કરવાનો આદેશ આપ્યો છે. ઉપરાંત, દુકાનો, જાહેર પરિવહન પર ઘણા નિયંત્રણો લાદવામાં આવ્યા છે. ઓર્ડરમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હી મેટ્રો તેની સીટ ક્ષમતાના 50 ટકા સાથે કામ કરશે, જ્યારે ઓટો રિક્ષા અને કેબ બે મુસાફરોને સમાવી શકશે.
