IND vs SA/ 150 ની એવરેજથી રન બનાવનારા Ruturaj Gaikwad ની ટીમ ઈન્ડિયામાં થઇ Entry

પસંદગીકારોનાં અધ્યક્ષ ચેતન શર્માએ યુવા બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડને દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે વનડે ટીમમાં સામેલ કરવા પર મોટી પ્રતિક્રિયા આપી છે. ચેતન શર્માનાં કહેવા પ્રમાણે, તેમને વિશ્વાસ છે કે ગાયકવાડ દેશ માટે જબરદસ્ત પ્રદર્શન કરશે.

Sports
ઋતુરાજ ગાયકવાડ

પસંદગીકારોનાં અધ્યક્ષ ચેતન શર્માએ યુવા બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડને દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે વનડે ટીમમાં સામેલ કરવા પર મોટી પ્રતિક્રિયા આપી છે. ચેતન શર્માનાં કહેવા પ્રમાણે, તેમને વિશ્વાસ છે કે ગાયકવાડ દેશ માટે જબરદસ્ત પ્રદર્શન કરશે.

આ પણ વાંચો – Shocking / જો મને ધોનીની જેમ BCCI દ્વારા ટેકો મળ્યો હોત તો હુ એક મહાન ક્રિકટર બની શક્યો હોત : હરભજન સિંહ

ઋતુરાજ ગાયકવાડે વિજય હજારે ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ચાર જબરદસ્ત સદી ફટકારી અને પોતાની ટીમ માટે ઘણી જબરદસ્ત ઇનિંગ્સ રમી. ઋતુરાજ ગાયકવાડે વિજય હજારે ટ્રોફીમાં તેના શાનદાર પ્રદર્શન પહેલા IPLમાં પણ જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમતા તેણે 16 મેચમાં 45.35ની એવરેજથી 635 રન બનાવ્યા હતા. તે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો અને તેણે ઓરેન્જ કેપ પણ જીતી હતી. તેનું બેટ હાલમાં જોર બોલાવી રહ્યુ છે. ઓપનર ઋતુરાજ ગાયકવાડને દક્ષિણ આફ્રિકા સામેની વનડે સીરીઝ માટે તક આપવામાં આવી છે. બન્ને ટીમો વચ્ચે 19, 21 અને 23 જાન્યુઆરીએ સીરીઝની ત્રણેય મેચો રમાવાની છે, જેના માટે ભારતની કમાન કેએલ રાહુલનાં હાથમાં છે. રોહિત શર્મા હેમસ્ટ્રિંગની ઈજાને કારણે પ્રવાસમાંથી બહાર થઈ ગયો છે. ઓલરાઉન્ડર અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજાને ફિટનેસનાં કારણોસર લેવામાં આવ્યા નથી, જ્યારે ટેસ્ટ સીરીઝ રમી રહેલા સિનિયર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને આરામ આપવામાં આવ્યો છે. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ભારતનાં મુખ્ય પસંદગીકાર ચેતન શર્માનાં મતે ઋતુરાજ ગાયકવાડને યોગ્ય સમયે તક મળી છે અને યુવા બેટ્સમેન રાષ્ટ્રીય ટીમ માટે અજાયબીઓ કરી શકે છે.

આ પણ વાંચો – Viral Video / ટીમ ઈન્ડિયાનાં પૂર્વ કોચ રવિ શાસ્ત્રી અને રણવીર સિંહનો ડાન્સ વીડિયો વાયરલ

ચેતન શર્માએ કહ્યું કે, ઋતુરાજને તેના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે પુરસ્કાર આપવામાં આવ્યો હતો અને હવે તે ક્યારે રમી શકે તે મેનેજમેન્ટ પર નિર્ભર છે. ચીફ સિલેક્ટરે ટીમ સિલેક્શન પર કહ્યું, “ચોક્કસપણે તેને યોગ્ય સમયે તક મળી છે. તે T20 ટીમમાં હતો અને હવે તે ODI ટીમમાં પણ છે, જ્યાં તેની જગ્યા બનાવી શકાય. પસંદગીકારો તેને તક આપી રહ્યા છે.” 24 વર્ષીય ઋતુરાજ IPLની 2021 સીઝનમાં 45.35ની એવરેજથી 635 રન બનાવીને સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. યુએઈમાં ચેન્નાઈ સુપર કિંગ્સને ખિતાબ જીતવામાં મદદ કરવામાં તેણે મુખ્ય ભૂમિકા ભજવી હતી. યુવા બેટ્સમેને વિજય હઝારે ટ્રોફીમાં પણ તેનું શાનદાર ફોર્મ ચાલુ રાખ્યું, માત્ર પાંચ મેચમાં 603 રન બનાવ્યા અને ટૂર્નામેન્ટમાં સૌથી વધુ સ્કોરર બન્યો.

ભારતની ODI ટીમઃ

કેએલ રાહુલ (કેપ્ટન), શિખર ધવન, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, વેંકટેશ ઐયર, ઋષભ પંત, ઈશાન કિશન, યુઝવેન્દ્ર ચહલ, આર અશ્વિન, વોશિંગ્ટન સુંદર, જસપ્રિત બુમરાહ, દીપકેશ્વર, ચાહર, પ્રખ્યાત કૃષ્ણ, શાર્દુલ, મોહમ્મદ સિરાજ.