Not Set/ કોરોનાના વધતા કેસના લીધે દિલ્હીમાં વિકેન્ડ કર્ફ્યુ લગાવવામાં આવ્યું,નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કરી જાહેરાત

દિલ્હીમાં નાઇટ કર્ફ્યુ બાદ હવે સપ્તાહના અંતે કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. દિલ્હીમાં શનિવાર અને રવિવારે વીકએન્ડ કર્ફ્યુ રહેશે. નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ આ જાહેરાત કરી છે

Top Stories India

દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠક શરૂ
શુક્રવાર રાત્રે 10થી સોમવારે સવારે 5 વિકેન્ડ કર્ફ્યુ
વધુ કડક નિયંત્રણો લદાય તેવી શક્યતા
દિલ્હીમાં ઝડપથી વધી રહ્યું છે કોરોના સંક્રમણ
દિલ્હી સરકારના કર્મીઓ કરશે વર્ક ફ્રોમ હોમ

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં નાઇટ કર્ફ્યુ બાદ હવે સપ્તાહના અંતે કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. દિલ્હીમાં શનિવાર અને રવિવારે વીકએન્ડ કર્ફ્યુ રહેશે. નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ આ જાહેરાત કરી છે. સિસોદિયાએ લોકોને તાત્કાલિક જરૂરિયાત હોય તો જ ઘરની બહાર નીકળવાની અપીલ કરી છે. આવશ્યક સેવાઓ ઉપરાંત તમામ સરકારી અધિકારીઓ ઘરેથી કામ કરશે. ખાનગી સંસ્થાઓમાં 50 ટકા કામ ઘરેથી કરવાનું પણ કહેવામાં આવ્યું છે.

મનીષ સિસોદિયાએ કહ્યું કે, આજે ડીડીએમએની બેઠકમાં સરકારે નિર્ણય લીધો છે કે શનિવાર અને રવિવારે દિલ્હીમાં કર્ફ્યુ રહેશે. તમામ સરકારી કચેરીઓમાં, આવશ્યક સેવાઓ સિવાય, દરેકને ઑફિસમાં આવવાની મનાઈ કરવામાં આવશે અને ઑનલાઇન અથવા ઘરેથી કામ કરવામાં આવશે. ખાનગી ઓફિસો 50% ક્ષમતા સાથે કામ કરશે.