Test series/ ભારત સામે બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાની ઐતિહાસિક જીત,ડીન એલ્ગરની કેપ્ટન ઇનિંગ્સ

દક્ષિણ આફ્રિકાએ કેપ્ટન ડીન એલ્ગરની શાનદાર ઇનિંગના આધારે જોહાનિસબર્ગ ટેસ્ટના ચોથા દિવસે ટીમ ઈન્ડિયાને હરાવ્યું.

Top Stories Sports

જોહાનિસબર્ગમાં ચાલી રહેલી ટેસ્ટ મેચમાં ભારતનો પરાજય થયો છે. દક્ષિણ આફ્રિકાએ કેપ્ટન ડીન એલ્ગરની શાનદાર ઇનિંગના આધારે જોહાનિસબર્ગ ટેસ્ટના ચોથા દિવસે ટીમ ઈન્ડિયાને હરાવ્યું. આ સાથે જ ત્રણ મેચની આ ટેસ્ટ શ્રેણી 1-1થી ડ્રો થઈ ગઈ છે. જોહાનિસબર્ગના મેદાન પર ભારતની આ પ્રથમ હાર છે. જ્યારે દક્ષિણ આફ્રિકાએ આ મેદાન પર સૌથી મોટો લક્ષ્યાંક હાંસલ કર્યો છે.દક્ષિણ આફ્રિકા આ ​​મેદાન પર હજુ સુધી આટલું મોટું લક્ષ્ય હાંસલ કરી શક્યું ન હતું. પરંતુ આ વખતે દક્ષિણ આફ્રિકાએ ડીન એલ્ગરની કેપ્ટનશીપની ઇનિંગના બળ પર ઈતિહાસ રચ્યો હતો. કેએલ રાહુલની કેપ્ટન્સીમાં આ પ્રથમ ટેસ્ટ હતી અને તે અહીં હારી ગયો છે.

 

જોહાનિસબર્ગ ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને 7 વિકેટે હરાવ્યું. દક્ષિણ આફ્રિકાએ 240 રનનો ટાર્ગેટ 67.4 ઓવરમાં ચોથા દિવસે ત્રણ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. આ સાથે જ ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી 1-1થી બરાબર થઈ ગઈ છે. દક્ષિણ આફ્રિકા તરફથી કેપ્ટન ડીલ એલ્ગરે સૌથી વધુ 96 રન બનાવ્યા હતા અને તે અંત સુધી અણનમ રહ્યો હતો. ભારત તરફથી મોહમ્મદ શમી, શાર્દુલ ઠાકુર અને અશ્વિનને 1-1 વિકેટ મળી હતી. ભારતનો બીજો દાવ 266 રનમાં ઓલઆઉટ થઈ ગયો હતો. દક્ષિણ આફ્રિકાએ પ્રથમ દાવમાં 229 રન બનાવ્યા હતા. આ સાથે જ ભારતનો પ્રથમ દાવ 202 રનમાં સમેટાઈ ગયો હતો. વિરાટ કોહલીની ગેરહાજરીમાં કેએલ રાહુલ આ ટેસ્ટ મેચમાં ભારતની કેપ્ટનશીપ કરી રહ્યો હતો.