- આજે સિઝનનો સૌથી ઠંડો દિવસ
- અમદાવાદમાં ફરી એકવાર પારો 9.1 ડિગ્રી
- લઘુતમ તાપમાનમાં 7 ડિગ્રીનો કડાકો નોંધાયો
- 4-5 દિવસ લઘુ. તાપમાન 10 ડિગ્રીની આસપાસ રહેશે
- હિમાલયમાં થયેલી હિમવર્ષાને કારણે વધી ઠંડી
- ઉત્તર-પૂર્વના ઠંડા પવનને કારણે પણ વધી ઠંડી
- 8 શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો
રાજ્યમાં કોરોનાની ગતિ વધી રહી છે તેમ ઠંડી પણ ખૂબ જોર પકડી રહી છે. શિયાળામાં ઠંડી પડવી સામાન્ય વાત છે પણ જે આજે ઠંડી પડી છે તે આ સિઝનની સૌથી વધુ ઠંડી છે. ગુજરાતમાં ઠંડી હજુ પણ વધશે તેવુ હવામાન વિભાગનું કહેવુ છે.
આ પણ વાંચો – કોરોના સંક્રમિત / અલ્હાબાદ હાઈકોર્ટમાં 8 જજ કોરોના સંક્રમિત,હવે વર્ચ્યુઅલ સુનાવણી હાથ ધરવામાં આવશે
આપને જણાવી દઇએ કે, ઉત્તરાયણ નજીક છે અને ઠંડીની શરૂઆત થઇ ગઇ છે. આજે એટલે કે સોમવારે આ સિઝનનો સૌથી ઠંડો દિવસ રહ્યો છે. આ ઠંડીનું કારણ ઉત્તર ભારતમાં સતત પડી રહેલો બરફ છે. જો કે દેશમાં લોકો હાલમાં બે ઋતુનો અનુભવ કરી રહ્યા છે. એક તરફ ઠંડીએ પોતાનુ જોર પકડ્યુ છે અને બીજી તરફ ઉત્તર ભારતનાં ઘણા વિસ્તારો જેવા કે દિલ્હી-એનસીઆરમાં વરસાદ પડી રહ્યો છે. જણાવી દઇએ કે, દેશનાં પહાડી વિસ્તારો જેવા કે કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ખૂબ હિમવર્ષા થઈ રહી છે. બીજી તરફ ઉત્તર ભારતનાં મેદાની વિસ્તારનાં રાજ્યો, દિલ્હી-NCR, યૂપી, હરિયાણામાં ચોમાસા જેવો ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે પારો નીચે ગગડ્યો છે. મેદાની વિસ્તારોમાં ઠંડા પવનો ફુંકાવાને કારણે ગુજરાતમાં પણ ઠંડીની અસર વર્તાઇ રહી છે. રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં 7 ડિગ્રીનો કડાકો નોંધાયો છે. હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર 4થી 5 દિવસ લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીની આસપાસ રહેશે. રાજ્યનાં એવા 8 શહેરો છે કે જ્યા ઠંડીનો પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો છે.
- અમદાવાદમાં નોંધાયો 9 ડિગ્રી તાપમાન
- વહેલી સવારથી જ ઠંડીમાં વધારો
- નલિયામાં 6.8 ડિગ્રી તાપમાન નોંધાયુ
- ગાંધીનગરમાં 7.3 ડિગ્રી તાપમાન નોંધાયુ
- અમદાવાદમાં 9.1 ડિગ્રી તાપમાન નોંધાયુ
- વડોદરામાં 9.2 ડિગ્રી તાપમાન નોંધાયુ
- રાજકોટ 10.3 ડિગ્રી તાપમાન નોંધાયુ
રાજ્યમાં ઠંડીનો પારો એવો ગગડ્યો કે લોકો ઘરની બહાર નિકળતા પણ વિચારે છે. જી હા, આજે સિઝનનો સૌથી ઠંડો દિવસ રહ્યો છે. રાજ્યનાં અનેક વિસ્તારમાં કાતિલ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. 6.8 ડિગ્રી સાથે રાજ્યમાં નલિયા ઠંડુગાર બની ગયું છે તો હવામાન વિભાગે કચ્છમાં પણ કોલ્ડવેવની આગાહી કરી છે. રાજ્યનાં મેટ્રો સિટી અમદાવાદની વાત કરીએ તો અહી ફરી એકવાર પારો 9 ડિગ્રીએ પહોંચ્યો. વહેલી સવારથી જ ઠંડીમાં ખૂબ વધારો થયો છે. રાજ્યમાં નલિયા 6.8 ડિગ્રી તાપમાન સૌથી ઠંડુગાર બન્યુ છે. ઉપરાંત રાજ્યનું પાટનગર ગાંધીનગર પણ ઠંડીની ઝપટમાં આવી ગયુ છે. અહી 7.3 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. વળી વડોદરા અને રાજકોટમાં અનુક્રમે 9.2 ડિગ્રી અને 10.3 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
