Not Set/ બેંકમાંથી લોન ન મળી તો બેંકને જ લગાવી દીધી આગ

બેંકમાંથી લોન લેવી સરળ કામ નથી. ઘણી વખત બેંક લોન આપવાનો ઇનકાર પણ કરી દે છે, પરંતુ કર્ણાટકનાં હાવેરીમાં એક વ્યક્તિ લોન ન મળતા એટલો ગુસ્સે થયો કે તેણે બેંકને આગ લગાવી દીધી. મામલો ગત રવિવારનો છે.

Top Stories India
બેંકમાં આગ

બેંકમાંથી લોન લેવી સરળ કામ નથી. ઘણી વખત બેંક લોન આપવાનો ઇનકાર પણ કરી દે છે, પરંતુ કર્ણાટકનાં હાવેરીમાં એક વ્યક્તિ લોન ન મળતા એટલો ગુસ્સે થયો કે તેણે બેંકને આગ લગાવી દીધી. મામલો ગત રવિવારનો છે.

આ પણ વાંચો – મોંઘવારી મુદ્દે વિરોધ મામલે / કઝાકિસ્તાનમાં હિંસા અને પ્રદર્શન દરમિયાન 3 બાળકો સહિત 164 લોકોનાં મોત,7939 લોકોની અટકાયત

આપને જણાવી દઇએ કે, કર્ણાટકનાં હાવેરી ગામમાં એક વ્યક્તિએ લોન ન મળતા પેટ્રોલ નાખીને કેનેરા બેંકમાં આગ લગાવી દીધી. આ ઘટના હાવેરી જિલ્લાનાં બડગી તાલુકાના હેદિગોંડા ગામની છે. મળતી માહિતી મુજબ, આરોપીની ઓળખ રત્તીહલ્લી ગામનાં રહેવાસી વસીમ અકરમ મુલ્લા (33) તરીકે થઈ છે. વસીમે બેંક પાસેથી લોનની માંગણી કરી હતી પરંતુ બેંક મેનેજરે વસીમને લોન આપવાની ના પાડી દીધી હતી. ગુસ્સે ભરાયેલા વસીમે રવિવારે સવારે બારીનો કાચ તોડીને પેટ્રોલ નાંખીને બેંકને આગ ચાંપી દીધી હતી. ભાગવાનાં પ્રયાસમાં ગ્રામજનોએ તેને પકડી લીધો હતો. આરોપીએ લોકોને છરી વડે મારવાનો પણ પ્રયાસ કર્યો હતો. ગ્રામજનોએ યુવકને માર માર્યો અને પોલીસને હવાલે કર્યો હતો. કેનેરા બેંકમાં આગની જાણ થતા ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી, પરંતુ બેંકનાં કાગળ, કોમ્પ્યુટર અને ફર્નિચર બળીને ખાખ થઈ ગયા હતા. રોકડ અને દાગીના લોકરમાં રાખવામાં આવતાં તે સુરક્ષિત છે. પોલીસે કાગીનેલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે. વળી, ગ્રામજનોનો આરોપ છે કે આ કૃત્ય પાછળ આ બેંકનાં ભૂતપૂર્વ અધિકારીનો હાથ છે અને જેણે પણ આ કર્યું છે તેને કડકમાં કડક સજાની માંગ કરવામાં આવી હતી.

આ પણ વાંચો – સુરેન્દ્રનગર /  ચોટીલા થાન રોડ ઉપર થયેલી આંગડિયા પેઢી નો ભેદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસે ઉકેલ્યો.

કર્ણાટક પોલીસે જણાવ્યું છે કે, બેંક મેનેજર દ્વારા લોનની અરજી નકારવાથી ગુસ્સે થયેલા એક વ્યક્તિએ રવિવારે હાવેરી જિલ્લામાં એક બેંકને આગ ચાંપી દીધી હતી. માહિતી મળતા ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો હતો. વળી, પોલીસે કાગીનેલ પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 436, 477, 435 હેઠળ કેસ નોંધ્યો છે. કેસ નોંધ્યા બાદ આરોપીની ધરપકડ કરીને જેલ હવાલે કરવામાં આવ્યો હતો.