સુરત સહિત GST વિભાગના રાજ્યવ્યાપી દરોડા
ભંગારના વેપારીઓને ત્યાં દરોડા
સુરતમાં ભંગારના 5 વેપારીઓ GSTના સાણસામાં
17 બોગસ પેઢી બનાવી કરવામાં આવ્યું કૌભાંડ
રૂ.285 કરોડનું બોગસ બીલિંગ કૌભાંડ સામે આવ્યું
NR એન્ટરપ્રાઇઝ,વિશાલ ટ્રેડર્સને ત્યાં દરોડા
ફર્સ્ટ ટ્રેડિગ, વન ટેન સ્ટીલ, અબ્દુલ ટ્રેડર્સમાં પણ દરોડા
રૂ.285 કરોડના બોગસ બિલ મૂક્યા
બોગસ બિલ મુકી રૂ.53 કરોડ રિફંડ લઈ લેવામાં આવ્યું
રાજ્યની 17 બોગસ પેઢી અને તેને બનાવનાર સામે તપાસ
રાજ્યમાં જીએસટી વિભાગે લોખંડ સ્ક્રેપના વેપારીઓ ઉપર દરોડા પાડ્યા હતા. જીએસટી વિભાગે દરોડા પાડીને 285 કરોડનું બોગસ બિલીંગ ઝડપી પાડ્યું હતું.. બોગસ બિલીંગ માટે માસ્ટર માઈન્ડ જરૂરિયાતમંદ આર્થિક રીતે નબળા લોકોને ટાર્ગેટ કરી રૂપિયાની ઓફર કરીને તેના દસ્તાવેજો પાનકાર્ડ, આધારકાર્ડ, ફોટો, લાઈટબીલ મેળવી બેંક ખાતું ખોલાવી લેતો અને તેના નામે પેઢી ઉભી કરી બોગસ બિલીંગ કરી જીએસટી નંબર મેળવવામાં આવે છે.આ રાજ્યવ્યાપી દરોડામાં એન આ એન્ટરપ્રાઇઝ,વિશાલ ટેડર્સ,વન ટેન સ્ટીલ,અબ્દુલ ટેડર્સ,ફર્સ્ટ ટ્રેડિંગ સહિત પેઢીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા.
આ તમામ સ્થળો પર મળી આવેલ હિસાબી માહિતી, ડીજીટલ ડેટા, ખરીદ વેચાણના વ્યવહારોની ચકાસણી કરી હતી. હાલ તમામ જગ્યા પર ઉંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. તપાસ દરમિયાન 17 જેટલી પેઢીઓ બોગસ બિલીંગ સાથે સંકળાયેલ હોવાનું સામે આવ્યું હતું. હજુ પણ કોઈ અન્યની સંડોવણી છે કે કેમ તે દિશામાં હાલ તપાસ ચાલી રહી છે. અત્યાર સુધીમાં કુલ 285 કરોડના બોગસ બિલીંગના વ્યવહારો સામે આવ્યા છે.બોગસ બિલીંગથી 53 કરોડ રિફંડ લઇ લેવામાં આવ્યા છે.
