Not Set/ અલગ થયેલા બે ભાઇઓ 74 વર્ષ પછી કરતારપુર સાહિબ દરબારમાં મળ્યા,વીડિયો વાયરલ

દરબાર સાહિબમાં ભારત અને પાકિસ્તાન બંનેના શ્રદ્વાળુઓ અવારનવાર આવે છે. આ કિસ્સામાં તાજેતરમાં કરતારપુર કોરિડોર પર બે ભાઈઓ 74 વર્ષ પછી મળ્યા છે

Top Stories India

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં સ્થિત કરતારપુર ગુરુદ્વારા દરબાર સાહિબમાં ભારત અને પાકિસ્તાન બંનેના શ્રદ્વાળુઓ અવારનવાર આવે છે. આ કિસ્સામાં તાજેતરમાં કરતારપુર કોરિડોર પર બે ભાઈઓ 74 વર્ષ પછી મળ્યા છે. તેમની મુલાકાતની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આમાંથી એક ભાઈ ભાગલા પછી ભારતમાં સ્થાયી થયો હતો અને બીજો ભાઈ પાકિસ્તાનમાં સ્થાયી થયો હતો.

અહેવાલ મુજબ 80 વર્ષીય મોહમ્મદ સિદ્દીક પાકિસ્તાનના ફૈસલાબાદ શહેરમાં રહે છે. વિભાજન સમયે તેઓ તેમના પરિવારથી અલગ થઈ ગયા હતા. તેમનો ભાઈ હબીબ ઉર્ફે શેલા ભારતના પંજાબમાં રહે છે. પરંતુ તાજેતરમાં કરતારપુર કોરિડોરમાં આ બંને ભાઈઓ 74 વર્ષ પછી મળ્યા છે.

 

 

ઉલ્લેખનીય છે  કે લોકોની વાતચીત દરમિયાન બંને ભાઈઓએ એકબીજાને ઓળખી લીધા હતા. તેમનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ એકબીજાને મળી રહ્યા છે અને ખુશીથી ભાવુક થઈને રડી રહ્યા છે. બંને ભાઈઓએ વચન આપ્યું હતું કે તેઓ જ્યારે પણ કોરિડોરમાં આવશે ત્યારે તેઓ એકબીજાને મળવાનું ચાલુ રાખશે. કરતારપુર કોરિડોરમાં આટલા લાંબા સમય પછી એકબીજાને મળીને તેઓ ખુબ ખુશ થયા હતા

આ પહેલીવાર નથી કે જ્યારે કરતારપુર કોરિડોરમાં આ પ્રકારનો નજારો સામે આવ્યો હોય. ગયા વર્ષે પણ, બે છૂટા પડેલા મિત્રો ઘણા દાયકાઓ પછી અહીં મળ્યા હતા. ભારતના સરદાર ગોપાલ સિંહ તેમના બાળપણના મિત્ર મોહમ્મદ બશીરને મળ્યા. હાલમાં આ બંને ભાઈઓની મુલાકાતનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે