દુબઈ એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના થતા રહી ગઇ હતી. એક એવી સ્થિતિ ઉભી થઇ હતી કે બે વિમાનો એકબીજા સાથે અથડાઇ શકે તેમ હતુ પરંતુ તેમ ન બનતા એક મોટી દુર્ઘટના ટળી હતી. મળતી માહિતી મુજબ, આ બન્ને વિમાન સેંકડો મુસાફરોને લઈને ભારત આવી રહ્યા હતા અને એક જ સમયે ટેકઓફ માટે રનવે પર પહોંચી ગયા હતા. મામલો 9 જાન્યુઆરીનો છે અને તેની માહિતી સાર્વજનિક હવે થઈ છે.
આ પણ વાંચો – નિર્ણય / ચૂંટણી પહેલા 5 રાજ્યોમાં રેલીઓ પર પ્રતિબંધ ચાલુ રહેશે? આવતીકાલે EC વિચારમંથન કરશે
આ ઘટના સાથે સંકળાયેલા એક વ્યક્તિએ ભારતીય સમાચાર એજન્સી ANI ને જણાવ્યું કે- “દુબઈ-હૈદરાબાદ ફ્લાઈટ EK-524 રનવે 30R પરથી ટેક-ઓફ માટે તૈયાર થઈ રહી હતી ત્યારે ક્રૂએ તે જ દિશામાં વધુ ઝડપે બીજા વિમાનને આવતું જોયું. ત્યારે ATC દ્વારા ટેક-ઓફ તુરંત જ નકારી કાઢવાની સૂચના આપવામાં આવી હતી. રનવે ઓળંગી ગયેલું એરક્રાફ્ટ સુરક્ષિત રીતે ધીમું પડી ગયું હતું અને ટેક્સીવે N4 દ્વારા રનવે સાફ કરાયો હતો. દુબઈથી બેંગ્લોરની બીજી અમીરાતની ફ્લાઈટ EK-568, જે રોલિંગ કરી રહી હતી, તેને પણ તે જ રનવે 30R પરથી ટેક-ઓફ કરવાનુ હતુ. UAEની ઉડ્ડયન તપાસ સંસ્થા એર એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન સેક્ટરે 9 જાન્યુઆરીએ દુબઈ એરપોર્ટ પર બનેલી ઘટનાની તપાસ શરૂ કરી છે. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર, ટેક-ઓફને તુરંત જ નકારી કાઢવામાં આવ્યા બાદ સેંકડો લોકોનાં જીવ બચી ગયા હતા.
Dubai: Hundreds of lives saved after collision between two India-bound flights averted
Read @ANI Story | https://t.co/1wAB35Lk6k#Emiratesplanes pic.twitter.com/CPk5N3wz6P
— ANI Digital (@ani_digital) January 14, 2022
આ પણ વાંચો – કોરોના કેસમાં વધારો / મહારાષ્ટ્રમાં 43211 નવા કેસ, દિલ્હીમાં ચેપનો દર 30 ટકાને પાર, જાણો દેશ અને દુનિયામાં કોરોનાની સ્થિતિ
આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર, તે લગભગ આપત્તિની ઘટના હતી. એવિએશન હેરાલ્ડના અહેવાલ મુજબ, દેખીતી રીતે હૈદરાબાદ જતી ફ્લાઇટ ટેક ઓફ કરવાની પરવાનગી વિના રનવે પર હતી. એર ટ્રાફિક કંટ્રોલે બેંગલુરુ જતી ફ્લાઇટને ટેક-ઓફ માટે ક્લિયર કરી દીધી હતી. હૈદરાબાદ જતી ફ્લાઇટને ટેક-ઓફ અટકાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. તે સમયે પ્લેન રનવે પર 2,600 ફૂટ નીચે ગયું હતું અને 130 નોટની ઝડપે પહોંચી ગયું હતું. પાઇલોટ્સ પ્લેનને તેની વધુ ઝડપે ધીમી કરવામાં સક્ષમ રહ્યા હતા.
