ભારતીય ક્રિકેટર અક્ષર પટેલે પોતાના જન્મદિવસને ખાસ બનાવીને ગર્લફ્રેન્ડ મેહા સાથે સગાઈ કરી લીધી છે. આ અંગે અક્ષર પટેલે પોતે સોશિયલ મીડિયા દ્વારા ફેન્સને જાણકારી આપી છે. વળી, મેહાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીરો પણ શેર કરી હતી.

આ પણ વાંચો – LLC T20 / યુસુફ પઠાણે એકવાર ફરી ક્રિકેટનાં મેદાનમાં ગદર મચાવ્યો, 40 બોલમાં ફટકાર્યા ધમાકેદાર 80 રન
અક્ષર પટેલની ગુજરાત ટીમનાં સાથી ચિંતન ગજાએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ફોટા શેર કર્યા હતા, જેમાં પટેલ ઘૂંટણિયે પડીને તેની ગર્લફ્રેન્ડને લગ્ન માટે પ્રસ્તાવ મૂકતો જોવા મળ્યો હતો. ફોટોમાં ‘મેરી મી’ સાઈનનું બોર્ડ પણ દેખાઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે ડાબોડી સ્પિનર હાલમાં દક્ષિણ આફ્રિકામાં ભારતીય ટીમ સાથે નથી.
https://www.instagram.com/p/CY9bsjFvWDb/?utm_source=ig_web_copy_link
ઈજાનાં કારણે તે પ્રથમ ટેસ્ટ સીરીઝમાંથી બહાર થઈ ગયો હતો અને ત્યારબાદ સમગ્ર પ્રોટીઝ પ્રવાસમાંથી બહાર થઈ ગયો હતો. દિલ્હી સ્થિત ફ્રેન્ચાઇઝીએ ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સીઝન પહેલા ચાર ખેલાડીઓને જાળવી રાખ્યા છે. તેણે IPL 2022ની હરાજી પહેલા રિષભ પંત (16 કરોડ), અક્ષર પટેલ (9 કરોડ), પૃથ્વી શો (7.5 કરોડ) અને એનરિચ નોર્ટજે (6.5 કરોડ)ને જાળવી રાખ્યા હતા.

આ પણ વાંચો – T20 World Cup / ઓસ્ટ્રેલિયામાં યોજાનાર T20 વર્લ્ડકપ મેચોનું શેડ્યૂલ જાહેર, ભારતની પ્રથમ મેચ પાકિસ્તાન સામે
અક્ષર પટેલે IPL 2021ની 12 મેચોમાં દિલ્હી કેપિટલ્સનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ડાબા હાથનો સ્પિનર બોલ સાથે તેની ટીમનાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારાઓમાંનો એક બન્યો અને તેણે 6.65નાં પ્રભાવશાળી ઇકોનોમી રેટ સાથે 15 વિકેટ લીધી. દિલ્હી કેપિટલ્સની ટીમ IPL 2022ની હરાજીમાં રૂ. 47.5 કરોડનાં પર્સ સાથે જશે. આશા છે કે રિષભ પંત ટીમની કમાન સંભાળશે. દિલ્હી કેપિટલ્સે IPL 2021માં શાનદાર પ્રદર્શન કર્યું અને લીગ તબક્કામાં પ્રથમ સ્થાન મેળવ્યું. જોકે, ક્વોલિફાયર 2માં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે હાર્યા બાદ તે ફાઇનલમાં પહોંચી શકી નહોતી.
