આગાહી/ રાજ્યમાં આગામી દિવસોમાં કમોસમી વરસાદની આગાહી, 2 દિવસ બાદ ઠંડીમાં થશે વધારો

રાજ્યમાં જ્યા એક તરફ ગઇ કાલે એટલે કે (શુક્રવાર) ઠંડીએ તેનુ જોર પકડ્યુ હતુ, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યમાં આગામી દિવસોમાં કમોસમી વરસાદ પડી શકે છે. 

Top Stories Gujarat Others
કમોસમી વરસાદ
  • રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી
  • આગામી 2 દિવસ કમોસમી વરસાદની આગાહી
  • ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં આગાહી
  • રાજ્યમાં ભારે પવનો ફુંકાવવાની પણ આગાહી
  • આગામી 2 દિવસ દરિયો તોફાની રહેશે
  • માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના
  • રાજ્યમાં 2 દિવસ બાદ ઠંડીમાં થશે વધારો
  • ફરી એક વાર ઠંડીથી ઠુંઠવા તૈયાર રહેવું પડશે

રાજ્યમાં શિયાળો અને ચોમાસુ એમ બે ઋતુ એક્ટિવ હોય તેવુ વાતાવરણ બની રહ્યુ છે. જ્યા એક તરફ ગઇ કાલે એટલે કે (શુક્રવાર) ઠંડીએ તેનુ જોર પકડ્યુ હતુ, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યમાં આગામી દિવસોમાં કમોસમી વરસાદ પડી શકે છે.

આ પણ વાંચો – મોટા સમાચાર / ખેલો ઈન્ડિયા પ્રોગ્રામ હેઠળ લદ્દાખને લેહમાં તેનો પહેલો ઓપન સિન્થેટિક ટ્રેક અને ફૂટબોલ ટર્ફ મળ્યો

આપને જણાવી દઇએ કે, રાજ્યમાં ઠંડીનું જોર હજુ ઘટ્યુ નથી. ત્યારે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. જણાવી દઇએ કે, આગામી 2 દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં આ આગાહી કરવામાં આવી છે. વળી રાજ્યમાં આ સાથે ભારે પવનો ફૂંકાવવાની પણ આગાહી કરવામાં આવી છે. ભારે પવનો ફૂકાશે તેના કારણે આગામી બે દિવસ દરિયો તોફાની બનશે. આ કારણોસર આગામી બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે. વળી રાજ્યમાં કમોસમી વરસાદ બાદ ઠંડીમાં પણ વધારો જોવા મળશે. જે પછી એકવાર ફરી લોકોએ ઠંડીથી ઠુંઠવા માટે તૈયાર રહેવુ પડશે. વળી ઉત્તર ભારતની વાત કરીએ તો ઠંડીએ અહી આંતક મચાવ્યો છે. દિલ્હી-એનસીઆરમાં સતત પારો ગગડી રહ્યો છે. વળી અહી રોજ વહેલી સવારે ધુમ્મસથી ભરેલુ વાતાવરણ જોવા મળે છે. હાડ થીજવતી ઠંડીનાં કારણે લોકો જલ્દી ઘરની બહાર નીકળી રહ્યા નથી.

આ પણ વાંચો – Covid-19 / અમદાવાદ શહેર બાદ હવે ગ્રામ્યમાં પણ કોરોના વિસ્ફોટ, 60થી વધુ બાળકો સંક્રમિત

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોનાનાં કેસની રફ્તાર વધી છે, સાથે સાથે હવે ઠંડીની મોસમમાં પણ વધારો થયો છે. જી હા, રાજ્યમાં ગઇ કાલે એટલે કે શુક્રવારે વહેલી સવારથી જ ફૂલ ગુલાબી ઠંડી પડી હતી. ખાસ કરીને રાજ્યનાં પાટનગરની વાત કરીએ તો અહી વહેલી સવારે ગાઢ ધુમ્મસનાં કારણે ઝીરો Visibility હતી. રાજ્યમાં શુક્રવાર વહેલી સવારે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વહેલી સવારે ચારે દિશામાં ગાઢ ધુમ્મસનું વાતાવરણ સર્જાતા નજારો બરફીલા પ્રદેશ જેવો બન્યો હતો. ધુમ્મસ એટલી હતી કે વાહન ચાલકોને તેમનુ વાહન ધીમે ચલાવવાની ફરજ પડી હતી. આપને જણાવી દઇએ કે, આગામી દિવસોમાં હજુ ઠંડીનું જોર વધશે. શુક્રવારે સવારથી રાજ્યનાં લગભગ દરેક જિલ્લાઓમાં ઝાકળ પડી હતી. ત્યારે જે લોકો સવારે મોર્નિંગ વોર્કમાં જાય છે તેઓ આ ખુશનુમા વાતવરણ જોઇને આનંદિત થયા હતા. વળી વાતાવરણ એવુ હતુ કે રોડ-રસ્તાઓ પર વાહન ચાલકોએ તેમના વાહનની લાઇટ ચાલુ રાખવી પડી હતી.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…