Political/ કોંગ્રેસનાં વધુ એક દિગ્ગજ નેતા RPN Singh એ પાર્ટીને કહ્યુ અલવિદા

દેશનાં પાંચ રાજ્યોમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણી વચ્ચે કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી કુંવર રતનજીત પ્રતાપ નારાયણ (RPN) સિંહ મંગળવારે ભાજપમાં જોડાઈ ગયા છે.

Top Stories India
RPN SIngh Resign

દેશનાં પાંચ રાજ્યોમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણી વચ્ચે કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી કુંવર રતનજીત પ્રતાપ નારાયણ (RPN) સિંહ મંગળવારે ભાજપમાં જોડાઈ ગયા છે. વિશ્વસનીય સૂત્રોનો દાવો છે કે, ત્રણ દિવસ પહેલા તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપનાં ટોચના નેતૃત્વને મળ્યા હતા.

આ પણ વાંચો – વાયરલ વીડિયો / અમેરિકામાં પત્રકારે મોંઘવારીના મુદ્દે સવાલ કરતાં રાષ્ટ્રપતિ બિડેન ભડક્યા,અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો

કુંવર રતનજીત પ્રતાપ નારાયણ (RPN) સિંહ કેન્દ્રમાં ગૃહ રાજ્યમંત્રી રહી ચૂક્યા છે. આ સાથે તેઓ ઘણા રાજ્યોમાં કોંગ્રેસનાં પ્રભારી પણ રહી ચૂક્યા છે. આરપીએન સિંહ ઉત્તર પ્રદેશનાં પૂર્વાંચલ વિસ્તારનાં પડરૌના રહેવાસી છે. રસપ્રદ વાત એ છે કે કોંગ્રેસનાં સ્ટાર પ્રચારકોની યાદીમાં આરપીએન સિંહનું નામ પણ હતું. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, આરપીએન સિંહે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે. આ પહેલા તેમણે પોતાનું ટ્વિટર બાયો પણ બદલ્યું હતું. આરપીએન સિંહે કોંગ્રેસમાંથી પોતાના રાજીનામામાં લખ્યું છે કે, આજે દેશમાં આપણે આપણા મહાન ગણતંત્રની રચનાની ઉજવણી કરી રહ્યા છીએ. આ અવસર પર હું મારી રાજકીય સફરનો એક નવો અધ્યાય પણ શરૂ કરું છું. જય હિન્દ. જણાવી દઇએ કે, આરપીએન સિંહ 1996 થી 2009 સુધી કુશીનગર જિલ્લાની પડરૌના વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસનાં ધારાસભ્ય હતા. 2009માં તેઓ કોંગ્રેસની ટિકિટ પર કુશીનગર (તે સમયે પાદરાનાં લોકસભા)થી જીતીને લોકસભામાં પહોંચ્યા હતા. આ સિવાય આરપીએન સિંહ યુપીએ 2 સરકારમાં રોડ અને ટ્રાન્સપોર્ટ, પેટ્રોલિયમ અને ગૃહ રાજ્ય મંત્રી રહી ચૂક્યા છે. 2009ની લોકસભા ચૂંટણીમાં, આરપીએન યુપીમાં તત્કાલીન બસપા સરકારનાં દિગ્ગજ નેતા અને બીએસપીનાં પ્રદેશ અધ્યક્ષ સ્વામી પ્રસાદ મૌર્યને હરાવીને લોકસભામાં પહોંચ્યા હતા.

આ પણ વાંચો – ગણતંત્ર દિવસ / રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે 73માં ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને કરશે સંબોધિત

આરપીએન સિંહ 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ વતી લડ્યા હતા. તેમને બંને વખત હારનો સામનો કરવો પડ્યો હતો. હાલમાં, આરપીએન કોંગ્રેસનાં રાષ્ટ્રીય મહાસચિવ અને ઝારખંડ રાજ્યનાં પ્રભારી છે. આરપીએનનાં પિતા સ્વ. સીપીએન સિંહ ઈન્દિરા ગાંધીની સરકારમાં સંરક્ષણ રાજ્ય મંત્રી હતા. ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસનાં મોટા અને પ્રખ્યાત ચહેરા જિતિન પ્રસાદ બાદ આરપીએન સિંહ ભાજપમાં જોડાઈ રહ્યા છે. તેમના સિવાય સમાજવાદી પાર્ટીનાં ધારાસભ્ય શરદ વીર સિંહ પણ ભાજપમાં જોડાય તેવી શક્યતા છે.