Viral Video/ ખૂબ જ આંનદથી આ બાળકીએ પીધું હાથણીનું દૂધ, ક્યૂટ વીડિયો જીતી રહ્યો છે લોકોના દિલ

આ વીડિયો આસામના ગોલાઘાટ જિલ્લાનો છે. જ્યાં 3 વર્ષની નિર્દોષ હર્ષિતા બોરા પ્રાંગણમાં હાથી સાથે રમી રહી છે અને તેનું દૂધ પીવાની કોશિશ કરી રહી છે.

Videos
હાથણીનું દૂધ

સોશિયલ મીડિયા પર હજારો વીડિયો શેર કરવામાં આવી રહ્યા છે. પરંતુ, કેટલાક એવા વીડિયો છે જે લોકોના દિલને સ્પર્શી જાય છે અને તે ક્યૂટ વીડિયોને વારંવાર જોવાનું મન થાય છે. જેમાં મનુષ્યથી લઈને પ્રાણીઓ સુધીના વીડિયોનો સમાવેશ થાય છે. આવો જ એક ક્યૂટ વીડિયો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે, જેમાં એક માસૂમ બાળકી ખૂબ જ આનંદથી હાથણીનું દૂધ પી રહી છે. છોકરીની સ્ટાઈલ લોકોના દિલ જીતી  રહી છે અને લોકો આ વીડિયોને વારંવાર જોઈ રહ્યા છે.

આ પણ વાંચો : માછલીના મોંમાં સિરીંજ નાખતા થયો એવો ચમત્કાર કે તમે વિશ્વાસ નહીં કરી શકો, જુઓ વીડિયો

આ વીડિયો આસામના ગોલાઘાટ જિલ્લાનો છે. જ્યાં 3 વર્ષની નિર્દોષ હર્ષિતા બોરા પ્રાંગણમાં હાથી સાથે રમી રહી છે અને તેનું દૂધ પીવાની કોશિશ કરી રહી છે. રમતા-રમતા હર્ષિતા કેટલીકવાર હાથીને પંપાળે પણ છે. કેટલીકવાર તે તેની પાછળ- પાછળ પણ ચાલી જાય છે. આ વીડિયો જોઈને યૂઝર્સે સોશિયલ મીડિયા પર ઘણી સારી કોમેન્ટ્સ કરી હતી.

લોકો ઘણીવાર હાથી જેવા વિશાળ પ્રાણી પાસે જતા ડરતા હોય છે પરંતુ, આ છોકરી કોઈપણ જાતના ભય વિના હાથી સાથે રમી રહી છે અને તેનું દૂધ પીવાનો પ્રયાસ કરી રહી છે. આ વિડીયો જોઈને ઘણા યુઝર્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે.

રિપોર્ટ અનુસાર, આ નાની છોકરીએ હાથણીનું નામ ‘બીનુ’ રાખ્યું છે અને મોટાભાગનો સમય તેની સાથે વિતાવે છે. હવે લોકો આ ક્યૂટ વીડિયોને સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર શેર કરી રહ્યા છે અને છોકરી વખાણ કરી રહ્યા છે. કેટલાક લોકો કહે છે કે બંનેની જોડી મા-દીકરી જેવી છે. કેટલાક કહે છે કે આ એક અદ્ભુત દૃશ્ય છે.

આ પણ વાંચો :આજ સુધી તમે આવો જબરદસ્ત નાગિન ડાન્સ નહિ જોયો હોય, વારંવાર જોવાનું થશે મન

આ પણ વાંચો :ચિમ્પાન્ઝીનો ઈમોશનલ વીડિયો થયો વાયરલ, જોઈને તમને પણ થઈ જશે તેનાથી પ્રેમ

આ પણ વાંચો :દુલ્હનની એન્ટ્રી થતાં જ દુલ્હાએ કર્યું એવું કે, તમે પણ જોતાં રહી જશો

આ પણ વાંચો : દુલ્હન લગ્નના દિવસે પણ કરી રહી હતી ઓફિસનું કામ, કહ્યું- વર્ક ફ્રોમ હોમથી તો કંટાળી ગઈ…