Rajkot/ સોની બજારમાં આર્થિક ચમક વધી

“સોના હૈ સદા કે લિયે” મંતવ્ય સાથે વાત કરતા જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશન ઉપપ્રમુખ પરેશ આડેસરા જણાવે છે કે રાજકોટ જ્વેલરી ઇન્ડસ્ટ્રી એશિયાનું હબ ગણાય છે.

Trending Business

કોરોના બાદ સોનાના દાગીનાની માંગ વધી છે. રાજકોટના સોની બજારમાં આર્થિક ચમક જોવા મળી રહી છે. હાલ લગ્નની સીઝન ચાલી રહી છે. ત્યારે રાજકોટમાં રોજની 5 હાજરથી વધુ ડીઝાઇન બનવા લાગી છે. પરિણામે વ્યાપારી વર્ગમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

  • સોના દાગીનાની ડીમાંડ વધી
  • રોજની 5 હાજરથી વધુ ડીઝાઇન બનવા લાગી
  • બજારમાં આર્થિક ચમક
  • લગ્નની સીઝન ચાલુ
  • વ્યાપારી વર્ગમાં ખુશીનો માહોલ

ભારતનું અર્થ તંત્ર ફરીથી પાટે ચડી રહ્યું છે ત્યારે એક એક આર્થિક એકમોને ધીમી ગતિએ આગળ વધી રહી છે.  જેમાં જ્વેલરી ઇન્ડસ્ટ્રી પણ એક છે. કોરોના બાદ સોનાના દાગીનાની માંગમાં વધારો થયો છે. જેને લઈને રાજકોટ સોની બજારમાં આર્થિક ચમક વધી છે. હાલ લગ્નની ખરીદી બજારમાં જોવા મળી રહી છે ત્યારે રાજકોટમાં કોરોના બાદ સોની બજારમાં રોજ ની ૫ હાજર થી વધુ ડીઝાઇન બનવા લાગી છે. રાજકોટ સોનાના દાગીના મેન્યુફેક્ચર હબ તરીકે ઓળખાય છે. 

આજે પણ ભરતીય નારી સોનાના આભુષણ વગર સામાજિક કે ધાર્મિક પ્રસંગમાં સોનાના દાગીનાને અનિવાર્ય માને છે. વળી એક વર્ગ એવો પણ છે કે જે ડે ટુ ડે લાઈફમાં સોનાનો ઉપયોગ કરે છે. ધાર્મિક માન્યતા પ્રમાણે સોનુ પહેરવાથી જીવનમાં આરોગ્ય અને ખુશાલી આવે છે.  જેના કારણે સોનાનું મહત્વ ખુબ છે. સોનાના મહત્વના કારણે નાના મોટા દરેક વ્યક્તિ પોતાની યથાશક્તિ સોનાના દાગીના પહેરરે છે.  આર્થિક વ્યવહારોની શરૂઆત પણ સોના થી જ થાય છે. માટે તો કહેવાય છે “સોના હૈ સદા કે લિયે” મંતવ્ય સાથે વાત કરતા જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશન ઉપપ્રમુખ પરેશ આડેસરા જણાવે છે કે રાજકોટ જ્વેલરી ઇન્ડસ્ટ્રી એશિયાનું હબ ગણાય છે. હાલ રોજ ૫ હજાર થી વધુ ડીઝાઇન રાજકોટ ખાતે તૈયાર થાય છે અને ત્યાર બાદ તે ડીઝાઇન ની ગોલ્ડ જ્વેલરી બને છે.

રાજકોટમાં ૬૦ હજાર થી વધુ કારીગરો સોનાના ઉદ્યોગ સાથે સંકળાયેલ છે જે સોના નિતનવી ડીઝાઇન તૈયાર કરે છે. દાગીના બનાવવા માટે બેઝિક ડિઝાઇન હોય છે.  તેના પર થી દાગીના તૈયાર થતાં હોય છે. ભારત સરકારે ઈમ્પોર્ટ ડ્યુટી ૧૨.૫ ટકા થી ૭.૫ ટકા કરતા આ ઇન્ડસ્ટ્રી ને બુસ્ટ મળ્યું છે. રાજકોટ માં રોજ ૪૦૦ થી ૫૦૦ કિલો સોનું ઈમ્પોર્ટ થાય છે કારણ કે રાજકોટ હોલસેલ વેપારનું હબ ગણાય છે. સમગ્ર ભારતમાં આવેલ દેવ સ્થાનોમાં રાજકોટથી બનાવેલ સોનાના આભૂષણો જાય છે આ સાથે બોલીવુડના નામી કલાકારો પણ રાજકોટની જ્વેલરી ખરીદ કરે છે.

રાજકોટના સોની વર્ષોથી ઉદ્યોગ સાથે સંકળાયેલ છે અને પોતાની કારીગરી થી દેશ વિદેશમાં પોતાનો ડંકો વગાડી રહ્યા છે. ત્યારે મંતવ્ય ન્યૂઝ સાથે વાત કરતા ધનરાજ વાગડિયા જણાવે છે કે તેઓ ની પેઢી ૧૦૦ વર્ષ જૂની છે અને તેઓ ની પેઢી ડીઝાઇન બનાવી ને સોના ના દાગીના બનાવે છે. ગોલ્ડ જ્વેલરી સેટ સહીત અનેક જ્વેલરી આઈટમ તેઓ બનાવે છે. સોનાના દાગીના બનાવનાર હવે ડીઝાઇન ટેકનોલોજીનો ઉપયોગ કરને બનાવી રહ્યા છે એટલે ડીઝાઇન બનાવવી ખુબ સરળ થયુ છે તેમ છતાં ડીઝાઇન બનાવવા સ્કીલ અનિવાર્ય છે. કોરોનાની પ્રથમ અને બીજી લહેર બાદ લોકોને સોના ઉપર વિશ્વાસ કર્યો છે જેથી વધુમાં વધુ દાગીના ખરીદાય છે. જો લગ્ન ગાઈડલાઇનમાં વધુ છૂટ છાટ આપે તો જવેલરી વેપાર ને વધુ વેગ મળે.

કોરોના ની પ્રથમ અને બીજી લહેર બાદ ફરી એક વખત સોનાની જ્વેલરી ખરીદી વધી છે જેને લઈને રોજ ૫૦૦૦ થી વધુ ડીઝાઇન બની રહી છે જેના આધારે એવું કહી શકાય કે રાજકોટના ગોલ્ડ હોલસેલ વેપારમાં વધારો થયો છે. જેની સકારાત્મક અસર અત્યારે માર્કેટમાં પણ દેખાઈ રહી છે. સરકાર તરફ થી જે ઈમ્પોર્ટ ડ્યુટી ઘટાડવામાં આવી છે તે સોનાની જવેલરી વેપારમાં પ્રોત્સાહન આપી રહી છે અને ફરી આર્થિક ગતિવિધિ ને વેગ મળી રહ્યો છે.

ખાદી ઉદ્યોગ / ધરમપુરનો ખાદી ઉદ્યોગ નામશેષને આરે, માત્ર બે કારીગર બચ્યા

રાજકીય / પંજા બાદ ઝાડુ ઉપર કમળની તરાપ, ‘આપ’ના પાંચ કોર્પોરેટરોએ ‘ઝાડુ’ છોડી પકડયું ‘કમળ’

ઉત્તરપ્રદેશ ચૂંટણી / રુદ્રાક્ષની માળા, કાનમાં કુંડળ અને રિવોલ્વર – આટલી છે યોગી આદિત્યનાથની કુલ સંપત્તિ

Statue of Equality / કોઈ સંતની આટલી ઉંચી પ્રતિમા આજ સુધી બની નથી, 5 ફેબ્રુઆરીએ PM મોદી કરશે અનાવરણ