જમ્મુ-કાશ્મીર/ BSFએ LOCમાં ઘૂસણખોરી કરતાં 3 ઘૂસણખોરોને કર્યા ઠાર,36 કિલો નશીલા પદાર્થનો જથ્થો મળી આવ્યો

સાંબામાં ભારતીય સીમા સુરક્ષા દળ (BSF)ના જવાનો દ્વારા ત્રણ ઘૂસણખોરોને ઠાર કર્યા છે. તેમની પાસેથી 36 કિલો નશીલા પદાર્થનો જથ્થો મળી આવ્યો છે

Top Stories India

પાકિસ્તાન તેની નાપાક હરકતથી બાજ નથી આવી રહ્યો ફરી એકવાર આંતકવાદીઓની ઘૂષણખોરી કરવાનો  કાવતરૂ કરી રહ્યો છે ત્યારે  BSFના જવાનોએ જમ્મુ અને કાશ્મીરમાં આંતકવાદી ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવવામાં આવ્યો છે, સાંબામાં ભારતીય સીમા સુરક્ષા દળ (BSF)ના જવાનો દ્વારા ત્રણ ઘૂસણખોરોને ઠાર કર્યા છે. તેમની પાસેથી 36 કિલો નશીલા પદાર્થનો જથ્થો મળી આવ્યો છે. હાલ આ મામલે તપાસ ચાલી રહી છે. BSFએ આ જાણકારી આપી છે, તાજેતરમાં, પંજાબના ફિરોઝપુર જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કરવામાં આવ્યો હતો. 2 અને 3 ફેબ્રુઆરીની વચ્ચેની રાત્રે, એક BSF જવાનને કેટલીક શંકાસ્પદ પ્રવૃત્તિ જોવા મળી, ત્યારબાદ તેણે તેના સાથીઓને એલર્ટ કર્યા. સૈનિકોએ ઘૂસણખોરને પડકાર્યો, પરંતુ તે અટક્યા નહીં. ત્યારબાદ જવાનોએ ગોળીબાર કર્યો જેના કારણે અજાણ્યા ઘુસણખોરનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું છે

 

 

ગયા વર્ષે BSFના જવાનોએ ભારત-પાકિસ્તાન સરહદેથી ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરતી વખતે છ ઘૂસણખોરોને મારી નાખ્યા હતા અને ત્રણને પકડી લીધા હતા. આ સાથે, 2021 માં, BSFએ 17 હથિયારો, 900 થી વધુ કારતુસ, 30 વિસ્ફોટક ઉપકરણો અને 38 કિલોથી વધુ માદક પદાર્થો જપ્ત કર્યા હતા, અધિકારીઓએ જણાવ્યું હતું. BSF એ આંતરરાષ્ટ્રીય સરહદ પર સતત સુરંગ વિરોધી ઓપરેશન ચલાવ્યું છે, જે દરમિયાન તેણે બે સુરંગ શોધી કાઢી છે અને પાકિસ્તાનના આતંકવાદીઓના ઘૂસણખોરીના પ્રયાસોને ભારે નુકસાન પહોંચાડ્યું છે.