વિધાનસભા ચૂંટણી/ મતદાન શરૂ થતા પહેલા PM મોદીની યુવાનોને વધુ મતદાન કરવાની કરી અપીલ,અમિત શાહે પણ કર્યુ ટ્વિટ

ઉત્તર પ્રદેશ અને પંજાબમાં મતદાન શરૂ થઈ ગયું છે. આ દરમિયાન દેશના પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને વધુને વધુ લોકોને વોટ કરવાની અપીલ કરી છે

Top Stories India

ઉત્તર પ્રદેશ અને પંજાબમાં મતદાન શરૂ થઈ ગયું છે. આ દરમિયાન દેશના પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને વધુને વધુ લોકોને વોટ કરવાની અપીલ કરી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું, ‘ચુંટણીના ત્રીજા તબક્કા અને યુપી ચૂંટણી માટે આજે મતદાન થઈ રહ્યું છે. હું આજે મતદાન કરનાર દરેકને મોટી સંખ્યામાં મતદાન કરવા આહ્વાન કરું છું, ખાસ કરીને યુવાઓ અને પ્રથમ વખત મતદાન કરનારાઓને.

 

દેશના ગૃહમંત્રી અમિત શાહે એક ટ્વિટમાં યુપીના લોકોને અપીલ કરી છે કે તેઓ એવી સરકાર પસંદ કરે જે વિકાસને વેગ આપે. તેમણે પોતાના ટ્વિટમાં કહ્યું, ‘હું ઉત્તર પ્રદેશના ત્રીજા તબક્કાના મતદારોને અપીલ કરું છું કે તમારો દરેક મત એવી સરકારને પસંદ કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે જે રાજ્યને પરિવારવાદ, જાતિવાદ અને તુષ્ટિકરણથી મુક્ત રાખીને વિકાસને વેગ આપે.