Russia-Ukraine war/ UNમાં કટોકટીની ચર્ચામાં 29 દેશોનું સમર્થન,ભારતે મતદાનમાં ભાગ ન લીધો

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં રશિયા વિરુદ્ધ પ્રસ્તાવ આવ્યો હતો. 15માંથી 11 સભ્યોએ આ પ્રસ્તાવની તરફેણમાં મતદાન કર્યું હતું. ભારત, ચીન અને યુએઈએ મતદાનમાં ભાગ લીધો ન હતો

Top Stories World

રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ હવે છઠ્ઠા દિવસમાં પ્રવેશી ગયું છે. રશિયન સેના યુક્રેનની રાજધાની કિવ પર બોમ્બમારો કરી રહી છે, જ્યારે ખાર્કિવમાં સંઘર્ષ ચાલુ છે. આ બધાની વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે આ મુદ્દે ફરી એક બેઠક બોલાવી છે. એક તરફ યુદ્ધ ચાલી રહ્યું છે તો બીજી તરફ બંને દેશો વચ્ચે વાતચીત પણ શરૂ થઈ ગઈ છે.યુક્રેનમાં તણાવ ચરમસીમા પર છે. રશિયન સેના યુક્રેનની રાજધાની કિવ પર બોમ્બમારો કરી રહી છે. રશિયાની સામે મક્કમ ઉભેલા યુક્રેને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રમુખને સંબોધીને એક પત્ર મોકલ્યો છે.

UNHRCમાં યુક્રેન સંકટ પર કટોકટીની ચર્ચાના પક્ષમાં 29 દેશો સાથે આવ્યા છે જ્યારે ભારતે મતદાનમાં ભાગ લીધો ન હતો, યુક્રેન સાથે રશિયાના યુદ્ધની વચ્ચે ચીને સંયુક્ત રાષ્ટ્રને કહ્યું છે કે નવા શીતયુદ્ધથી કંઈ પ્રાપ્ત થઈ શકશે નહીં. ઉલ્લેખનીય છે કે ચીન રશિયાની સાથે ઉભું રહ્યું છે. ચીને પણ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં રશિયા વિરુદ્ધ પ્રસ્તાવ પર મતદાનમાં ભાગ લીધો ન હતો. ચીને પણ ભારત અને સંયુક્ત આરબ અમીરાતની જેમ મતદાનથી દૂર રહ્યા હતા.

યુક્રેને સંયુક્ત રાષ્ટ્રને રશિયાને મત આપવાનો અધિકાર નકારવા અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે  કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં રશિયા વિરુદ્ધ પ્રસ્તાવ આવ્યો હતો. 15માંથી 11 સભ્યોએ આ પ્રસ્તાવની તરફેણમાં મતદાન કર્યું હતું. ભારત, ચીન અને યુએઈએ મતદાનમાં ભાગ લીધો ન હતો. રશિયાએ વીટોનો ઉપયોગ કરીને આ પ્રસ્તાવ પડતો મૂક્યો હતો.