રાજકીય/ શરદ પવારે નવાબ મલિકે મામલે શું કહ્યું જાણો..

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારે મહારાષ્ટ્રના મંત્રી અને NCP નેતા નવાબ મલિકની ધરપકડને રાજકીય રીતે પ્રેરિત ગણાવી છે, તેમણે બુધવારે પુણેમાં એમ પણ કહ્યું કે મુસ્લિમ હોવાના કારણે નવાબ મલિકનું નામ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ સાથે જોડવામાં આવી રહ્યું છે

Top Stories India

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારે મહારાષ્ટ્રના મંત્રી અને NCP નેતા નવાબ મલિકની ધરપકડને રાજકીય રીતે પ્રેરિત ગણાવી છે. તેમણે બુધવારે પુણેમાં એમ પણ કહ્યું કે મુસ્લિમ હોવાના કારણે નવાબ મલિકનું નામ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ સાથે જોડવામાં આવી રહ્યું છે. પવારે નવાબ મલિકના મુદ્દે ભારતીય જનતા પાર્ટી પર જોરદાર નિશાન સાધ્યું.

નવાબ મલિકે કહ્યું, “મલિકની ધરપકડ રાજકીય રીતે પ્રેરિત છે. તેનું નામ દાઉદ ઈબ્રાહિમ સાથે જોડવામાં આવી રહ્યું છે કારણ કે તે મુસ્લિમ છે. મલિક અને તેના પરિવારના સભ્યોને જાણી જોઈને હેરાન કરવામાં આવી રહ્યા છે, પરંતુ અમે તેની સામે લડીશું.”

શરદ પવારે મલિકના રાજીનામાની વિપક્ષની માંગને પણ ફગાવી દીધી હતી. જણાવી દઈએ કે નવાબ મલિકની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા 23 ફેબ્રુઆરીએ દાઉદ ઈબ્રાહિમ અને તેના સહયોગીઓ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. રાજ્યમાં વિપક્ષી ભારતીય જનતા પાર્ટી મલિકનું રાજીનામું માંગી રહી છે તે અંગેના પ્રશ્નના જવાબમાં પવારે કહ્યું કે મલિક અને કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે પર અલગ-અલગ ધોરણો અપનાવવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, રાણે ભારતીય જનતા પાર્ટીના નેતા છે.

“મને યાદ નથી કે અમારા (કોંગ્રેસ) ભૂતપૂર્વ કાર્યકર નારાયણ રાણેએ તેમની તાજેતરની ધરપકડ પછી રાજીનામું આપવું પડ્યું હતું. વડાપ્રધાન (નરેન્દ્ર મોદી) આવતીકાલે પૂણે આવી રહ્યા છે. તે આ અંગે વધુ વિગતો આપી શકે છે. રાણે માટે અલગ માપદંડ અને મલિક માટે અલગ માપદંડ દર્શાવે છે કે તે રાજકીય રીતે પ્રેરિત છે.”