માહિતી/ પાન કાર્ડ આધાર સાથે લિંક નહી હોય તો ચૂકવવો પડશે 10 હજાર દંડ,જાણો છેલ્લી તારીખ

જો તમે પણ ઈચ્છો છો કે નાણાકીય વર્ષના છેલ્લા મહિનામાં તમને 10,000 રૂપિયાનું નુકસાન ન ભોગવવું પડે, તો તમારે આ કામ 31 માર્ચ 2022 પહેલા પૂર્ણ કરી લેવું જોઈએ, હા, અમે PAN કાર્ડને આધાર સાથે લિંક કરવાની વાત કરી રહ્યા છીએ

Top Stories India

જો તમે પણ ઈચ્છો છો કે નાણાકીય વર્ષના છેલ્લા મહિનામાં તમને 10,000 રૂપિયાનું નુકસાન ન ભોગવવું પડે, તો તમારે આ કામ 31 માર્ચ 2022 પહેલા પૂર્ણ કરી લેવું જોઈએ. હા, અમે PAN કાર્ડને આધાર સાથે લિંક કરવાની વાત કરી રહ્યા છીએ.

10,000 દંડ ભરવો પડી શકે છે

આવકવેરા વિભાગના નિયમો અનુસાર, PAN નંબરને આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ  31 માર્ચ 2022 છે. આ બે દસ્તાવેજોને લિંક કરવું ફરજિયાત છે, જો તમે 31 માર્ચ સુધીમાં આમ નહીં કરો, તો તમારે 10,000 રૂપિયાનો દંડ ચૂકવવો પડી શકે છે.

PAN-આધાર કેવી રીતે કરવું લિંક

જો તમારું PAN કાર્ડ આધાર સાથે લિંક થયેલું નથી, તો પછી તમે તેને લિંક કરી શકો છો નીચે જણાવેલ પગલાંને અનુસરીને.

સ્ટેપ 1: સૌ પ્રથમ તમે આવકવેરા વિભાગની આ સાઇટ https://www.incometax.gov.in/iec/foportal પર જાઓ.

સ્ટેપ-2: આ પછી તમને ડાબી બાજુએ ‘લિંક આધાર’ ટેબ દેખાશે. તેના પર ક્લિક કરો.

સ્ટેપ-3: આ પછી તમને પાન કાર્ડ નંબર, આધાર નંબર, નામ અને મોબાઈલ નંબરની વિગતો પૂછવામાં આવશે.

સ્ટેપ-4: આ વિગતો ભર્યા પછી, જ્યારે તમે આગળ વધશો, ત્યારે તમને OTP મળશે. OTP ભર્યા પછી અને સબમિટ કર્યા પછી, તમારા પાન કાર્ડ અને આધાર લિંકિંગનું કન્ફર્મેશન આવશે.

સ્ટેપ-5: જો તમારું પાન કાર્ડ અને આધાર પહેલેથી જ લિંક છે, તો તે તમને તેનું કન્ફર્મેશન બતાવશે.

તમે SMS દ્વારા તમારા PAN અને આધારને પણ લિંક કરી શકો છો. આ માટે તમારે તમારા ફોનમાંથી 567678 અથવા 56161 પર SMS મોકલવાનો રહેશે. તમારે આ બેમાંથી કોઈપણ એક નંબર પર UIDPAN ફોર્મેટમાં SMS મોકલવાનો રહેશે. ઉદાહરણ તરીકે UIDPAN 098765432109.