જમ્મુ-કાશ્મીરના લેહ વિસ્તારમાં આજે ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. સદનસીબે હાલ કોઈ જાનહાનીના સમાચાર નથી. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.3 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું છે કે, અસરગ્રસ્ત સ્થળ લેહથી 186 કિમી ઉત્તરે છે. જમ્મુ-કાશ્મીર પહેલા સોમવારે હિમાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
An earthquake of magnitude 4.3 occurred at around 7:29am, 186km North of Alchi (Leh), Jammu & Kashmir, today: National Center for Seismology pic.twitter.com/6CxZ6GH4hr
— ANI (@ANI) March 29, 2022
આપને જણાવી દઈએ કે, સોમવારે 12:14 વાગ્યે અહીં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.5 માપવામાં આવી હતી. મંડીની સાથે તેની આસપાસના વિસ્તારોમાં પણ હળવા આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર જમીનની નીચે 5 કિમી ઊંડે હતુ.
આ ભૂકંપ પહેલા શુક્રવારે ગુજરાતના દ્વારકા નજીક 5.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનુ કેન્દ્ર ગુજરાતના દ્વારકાથી 556 કિમી પશ્ચિમમાં હતું. ભૂકંપ ભારતીય સમયાનુસાર 12.37 વાગ્યે સપાટીથી 10 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો.
આ પણ વાંચો:અરવિંદ કેજરીવાલે સમજાવ્યું હિંદુત્વ શું છે; યુપીમાં ભાજપની જીતનું કારણ જણાવો, ‘પ્લાન-24’નો પણ ખુલાસો
આ પણ વાંચો:દેશમાં કોરોનાના કેસ સમાપ્તી તરફ,એક દિવસમાં કોરોનાના નવા 1259 કેસ,35 દર્દીઓના મોત
