લગ્ન/ આલિયા-રણબીર કપૂરના લગ્નની વિધિ 13 એપ્રિલથી શરૂ થશે! આ ડિઝાઇનરના કપડાં પહેરશે!

ભટ્ટ પરિવાર અને કપૂર પરિવાર લગ્નની તાડમાર તૈયારીઓમાં લાગી ગયા છે.  લગ્નની તારીખ, લગ્ન સ્થળ બધું નક્કી થઈ ગયું છે.

Top Stories Entertainment

ચાર વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ એકબીજાના પ્રેમમાં પડ્યા એકબીજાને સમજ્યા  બાદમાં  હવે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ભટ્ટ પરિવાર અને કપૂર પરિવાર લગ્નની તાડમાર તૈયારીઓમાં લાગી ગયા છે.  લગ્નની તારીખ, લગ્ન સ્થળ બધું નક્કી થઈ ગયું છે. પરંતુ બંને પરિવારોએ મૌન સેવી લીધું છે.

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નને લગતા સમાચાર સામે આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર લગ્નની વિધિ 13 એપ્રિલથી શરૂ થશે. જેના માટે તમામ જવાબદારી વેડિંગ પ્લાનરને સોંપવામાં આવી છે. અહેવાલ છે કે લગ્ન પહેલાની ઉજવણી 13 એપ્રિલથી શરૂ થશે અને 16 એપ્રિલ સુધી ચાલશે અને 17 એપ્રિલના રોજ કપલ લગ્નના બંધનમાં બંધાશે.

પરિવાર અને નજીકના લોકો સંગીત અને મહેંદીમાં સામેલ થશે
ભટ્ટ પરિવાર અને કપૂર પરિવાર બંને આ ફંકશનને પરિવાર સુધી સીમિત રાખવા માંગે છે. તેથી, આલિયા અને રણબીરના પરિવારના સભ્યો અને નજીકના લોકો સંગીત, મહેંદી અને હલ્દીની વિધિમાં ભાગ લઈ શકે છે. તમામ વિધિ આરકે હાઉસમાં થશે અને લગ્ન પણ ત્યાં જ કરવામાં આવશે.

આલિયા ભટ્ટ લગ્નના દરેક ફંક્શનમાં કંઇક અલગ જ જોવા માટે વિશેષ આયોજન કરી રહી  છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મનીષ મલ્હોત્રા અને સબ્યસાચી તેમના આઉટફિટ્સ ડિઝાઇન કરી રહ્યા છે.,ઉલ્લેખનીય છે કે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર 4 વર્ષથી રિલેશનશિપમાં છે. બ્રહ્માસ્ત્રના શૂટિંગ દરમિયાન બંને નજીક આવ્યા હતા. આલિયાએ રણબીર કપૂરના જન્મદિવસ પર આ સંબંધની સત્તાવાર જાહેરાત કરી હતી. તેમના લગ્નના સમાચાર ઘણા સમયથી આવી રહ્યા છે અને હવે સમાચાર છે કે બંને લગ્ન કરવા જઈ રહ્યા છે.