Wedding/ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરને અમૂલે પાઠવી ખાસ અંદાજમાં શુભેચ્છા, તમે પણ જુઓ

અમૂલ તરફથી એક પોસ્ટ શેર કરવામાં આવી છે. જેમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નના દ્રશ્યને ચિત્રિત કરતું એક સુંદર પોસ્ટર શેર કરી.

Trending Entertainment
આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નની હવે ઘડીઓ ગણાઈ રહી છે. 14 એપ્રિલે આલિયા અને રણબીર ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડમાંથી પતિ-પત્ની બની જશે. ત્યારે આ ખાસ પ્રસંગે તેમને દરેક જગ્યાએ થી શુભકામનાઓ મળી રહી છે. ત્યારે આવામાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નના દિવસે અમૂલ તરફથી પણ ખાસ અંદાજમાં શુભકામના પાઠવવામા આવી છે.

અમૂલ તરફથી એક પોસ્ટ શેર કરવામાં આવી છે. જેમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નના દ્રશ્યને ચિત્રિત કરતું એક સુંદર પોસ્ટર શેર કરી. કાર્ટૂનમાં, આપણે સુંદર રણબીર કપૂર અને આલિયા ભટ્ટના કાર્ટૂન જોઈ શકે છે આલિયાને ગુલાબી લહેંગામાં, અને તેના ગળા પર મંગલસૂત્ર જોઈ શકાય છે. જ્યારે રણબીર પણ શેરવાનીમાં જોવા મળી રહ્યો છે. તેમની સાથે અમૂલ માસ્કોટ ગર્લને પણ જોઈ શકે છે, તેણી દુલ્હા બનેલ રણબીરને માખણ  બલાવેલી બ્રેડની સ્લાઈસ આપતી જોવા મળે છે. રણબીર હસતાં હસતાં આલિયાને બ્રેડ ખવડાવતો જોવા મળે છે.

અમૂલે કૅપ્શનમાં લખીને તેમની જાહેરાત રાલિયાને સમર્પિત કરી, “#Amul Topical: The Alia-Ranbir Shaadi!” કાર્ટૂનની ટેગલાઈન હતી, “પટ્ટ મંગની, ભટ્ટ બ્યાહ.” આ રણબીર અને આલિયાના હશ-હશ લગ્ન સાથે સુસંગત છે.  “અમુલ સ્ટાર બટર!”

આપને જણાવી દઈએ કે, આલિયા-રણબીરના લગ્નમાં કેટલાય સેલિબ્રિટી પહોંચી રહ્યા છે ત્યારે સુરક્ષાની ખાસ વ્યવસ્થા કરવામાં છે. વાસ્તુની બહાર સિક્યુરિટી ગાર્ડનો જમાવડો તેમજ ડોગ સ્ક્વોડ જોવા મળ્યા હતા. મીડિયા રિપોર્ટ પ્રમાણે, લગ્ન બાદ સાંજે સાત વાગ્યાની આસપાસ રણબીર અને આલિયા પતિ-પત્ની તરીકે મીડિયાની સામે આવી શકે છે.

https://www.instagram.com/p/CcU44wLohj0/?utm_source=ig_embed&ig_rid=f8a8e068-1d52-4a35-926b-125a32c833ab

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના ફેન્સ, સમગ્ર બોલિવૂડ અને ખાસ કરીને ભટ્ટ અને કપૂર પરિવારમાં અત્યારે ખુશીનો માહોલ છવાયેલો છે. આજે આલિયા અને રણબીર લગ્નના બંધનમાં બંધાઈ જશે. આ અવસર પર રણબીરના માતા નીતૂ કપૂરની ખુશીનો કોઈ પાર નથી. નીતૂ કપૂર આમ તો ખુશીખુશી તમામ ફંક્શનમાં હાજર થઈ રહ્યા છે, પરંતુ સાથે સાથે તેઓ ભાવુક પણ છે. 13મી એપ્રિલના રોજ રણબીર અને આલિયાની મહેંદી થઈ. દીકરાના લગ્નપ્રસંગમાં નીતૂ કપૂર ભાવુક થઈ ગયા અને રડી પડ્યા હતા. કાલનો દિવસ નીતૂ કપૂર માટે ઘણો ખાસ હતો. એક તરફ દીકરાના લગ્નની ખુશી અને બીજી બાજૂ પતિની યાદ. 43 વર્ષ પહેલા 13મી એપ્રિલના રોજ જ નીતૂ કપૂર અને ઋષિ કપૂરની સગાઈ પણ થઈ હતી.

આ પણ વાંચો:પ્રિયંકા ચોપરાએ માતા બન્યા બાદ પહેલીવાર વ્યક્ત કરી પોતાની લાગણી, કહ્યું કેવી રીતે કરશે તેની દીકરીનો ઉછેર